Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora
View full book text
________________
લહી ભવ્યતા હોટો માન, કવણ અભવ્ય ત્રિભુવન અપમાન;
ચેતન લક્ષણ કહીએ જીવ, રહિત ચેતન જાન અજીવ ||૪|| પરઉપગાર પુણ્ય કરી જાણ, પરપીડા તે પાપ વખાણ;
આશ્રવ કર્મ આગમન ધારે, સંવ૨ તાસ વિરોધ વિચારે ।।૫।। નિર્મળ હંસ અંશ જિહાં હોય, નિર્જરા દ્વાદશવિધ તપ જોય;
વેદ ભેદ બંધન દુઃખરૂપ, બંધ અભાવ તે મોક્ષ અનુપ ।।૬।। પરપરિણતિ મમતાદિક હેય, સ્વસ્વભાવ જ્ઞાન ક૨ શેય;
ઉપાદેય આતમ ગુણવૃંદ, જાણો ભવિક મહાસુખકંદ ||૭|| ૫૨મબોધ મિથ્યાક રોધ, મિથ્યાદગ્ દુઃખ હેત અબોધ ;
આતમ હિત ચિંતા સુવિવેક, તાસ વિમુખ જડતા અવિવેક ।।૮।। પરભવ સાધક ચતુર કહાવે, મૂરખ જે તે બંધ બઢાવે;
ત્યાગી અચળ રાજ પદ પાવે, જે લોભી તે રંક કહાવે ।।૯।। ઉત્તમ ગુણરાગી ગુણવંત, જે નર લહત ભવોદધિ અંતઃ;
જોગી જસ મમતા નહિ રતિ, મન ઈંદ્રિ જીતે તે જતિ ।।૧૦।। સમતા રસ સાગર સો સંત, તજત માન તે પુરૂષ મહંત;
શૂરવીર જે કંદ્રપ વારે, કાયર કામઆણા શિરે ધારે ||૧૧|| અવિવેકી નર પશુ સમાન, માનવ જસ ઘટ આતમ જ્ઞાન;
દિવ્ય દૃષ્ટિ ધારી જિનદેવ, કરતાં તાસ ઈંદ્રાદિક સેવ ।।૧૨।। બ્રાહ્મણ તે જે બ્રહ્મ પિછાણે, ક્ષત્રી કર્મરિપુ વશ આણે;
વૈશ્ય હાણિ વૃદ્ધિ જે લખે, શુદ્ર ભક્ષ અભક્ષ જે ભખે ||૧૩|| અથિ૨ રૂપ જાણો સંસાર, થિર એક જિન ધર્મ હિતકાર;
ઈંદ્રિ સુખ છિલ્લર જલ જાણો, શ્રમણ અતિંદ્રિ અગાધ વખાણો ।।૧૪।। ઈચ્છારોધન તપ મનોહાર, જપ ઉત્તમ જગમેં નવકાર;
સંજમ આતમ થિરતા ભાવ, ભવસાયર તરવાકો નાવ ।।૧૫।। છતી શક્તિ ગોપવે તે ચોર, શિવસાધક તે સાધ કિશોર;
Jain Education International 2010_03
૩૯૭
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470