________________
જ ખૂબ અગત્યનાં છે અને તે સમજવા જેવાં છે. ૧૦૬૭ સરોજ આપણે કુતરાને મારવાનો વિચાર કરીએ, વાઘને મારી
નાંખવાનો વિચાર કરીએ અને ન મારી નાંખીએ તો પણ
પાપ લાગે? રંજનબેન હા, પાપ લાગે જ, મારી નાખ્યા જેટલું જ. આપણી પાસે
બંદુક હોય તો બંદુકના કારણે એનાથી મારી નાખવાનો વિચાર વારંવાર આવે, પરંતુ તે ન હોય તો એવો વિચાર જ ન આવે. માટે આપણે જે વસ્તુ ઘરમાં લાવ્યા એટલે તેને વાપરવાનો (ભોગવવાનો) વિચાર આવે અને તેથી અશુભકર્મ
બંધાય, માટે તેવી વસ્તુઓ ઘરમાં ન રાખવી સારી. ૧૦૬૮ સરોજ તમારા કહેવા પ્રમાણે મન જ પાપ પુણ્ય કરાવે છે બરાબર? રંજનબેન તદ્દન સાચી વાત. જો રાકેશને ત્યાં ટીવી, ફ્રીઝ, સ્કુટર નથી
તેથી એ એનું મન કરતો નથી એટલે આપણા ઘરમાં વસ્તુ હોય અથવા બીજાની વાપરવાની ટેવ પાડીએ તો તે વસ્તુ વાપરવાનું મન થાય. માટે પહેલા પાંજરામાંથી ઉડી જવું હોય તો મનને બીજા પાંજરામાં પુરી જ દેવું જોઈએ જેથી તે ભટકે નહીં. બાકીની વાત કાલે આજની વાત બરાબર યાદ
રાખી આવજો. ૧૦૬૯ નિશા આ યથાશક્તિ શું? રંજનબેન મને હતું જ કે તમને આનો ખ્યાલ નહીં આવે. આપણે
સ્નાત્રમાં કહીએ છીએ કે જો મુજ હોવ શક્તિ ઈસી સર્વ જીવ કરૂ શાસન રસી એટલે જો કર્મથી મને ખૂબ શક્તિ મળે તો ચૌદ રાજલોકના બધા જ જીવને ધર્મ (શાસન)ના રસી (રસીયા) કરું. એટલે આપણે બધાને ધાર્મિક બનાવવા
(૪૦૬)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org