Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 452
________________ લીવું – અક્ષત-નૈવેદ્ય – મને નામદેવીદા! ૧૦૯૭ પ્રશ્ન નવાંગી પૂજા શા માટે અને તેનો અનુક્રમ કયો છે? ઉત્તર તીર્થકર ભગવંતે નવતત્ત્વનો ઉપદેશ આપેલ હતો અને તેઓએ એક એક અંગ વડે એક એક પુરૂષાર્થ કર્યો હતો માટે પ્રભુના નવ અંગની પૂજા કરવાની હોય છે. તેનો અનુક્રમ આ રીતે બતાવેલો છે. (૧) જમણા-ડાબા પગનો અંગૂઠો, (૨) જમણા-ડાબા પગના ઢીંચણ, (૩) જમણા-ડાબા હાથના કાંડા, (૪) જમણા-ડાબા હાથના ખભા, (૫) મસ્તકની શિખા ચોટલીનો ભાગ, (૬) કપાળનો ભાગ - ચાંલ્લો કરીએ છીએ તે, (૭) કંઠ - ગળું જેમાંથી શબ્દ બોલાય તે, (૮) આપણું હૃદય - છાતીનો વચલો ભાગ તે ભાગમાં પ્રભુને શ્રી વત્સનું ચિન્હ હોય છે તેના પર પૂજા થાય છે. (૯) ઘૂંટી- નાભિ - જેમાંથી શબ્દ પ્રગટ થાય છે તે. ૧૦૯૮ પ્રશ્ન પૂજાના કેટલા ભેદ અને તેનો અર્થ શું? ઉત્તર સહુથી પ્રથમ પૂજાના દ્રવ્યપૂજા અને ભાવપૂજા આ ભેદ છે. તેમાં દ્રવ્યપૂજાના - અંગપૂજા અને અગ્રપૂજા આ બે ભેદ છે. દ્રવ્ય વડે પૂજા કરાય તે દ્રવ્યપૂજા. તેમાં ભગવાનના શરીર પર પૂજા કરવામાં આવે તેને અંગપૂજા કહેવાય છે. તે પૂજામાં જલપૂજા-ચંદનપૂજા અને પુષ્પપૂજા આવે ત્યારે અગ્રપૂજામાં ધૂપપૂજા-દીપકપૂજા- અલતપૂજા-નૈવેદ્યપૂજા અને ફલપૂજા આ પાંચ પૂજાઓ સમાયેલી છે. પ્રભુની પૂજા પુરી થયા પછી આપણે જે ચૈત્યવંદન કરીએ છીએ તેને ભાવપૂજા કહેવાય છે. ૧૦૯૯ પ્રશ્ન ભગવંતને પ્રદક્ષિણા કેમ દેવાની? કેટલી દેવાની અને કઈ રીતે દેવાની? ૪૨૫) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470