________________
ઉત્તર
બિરાજતો મેં તો પહેલે સુપને દીઠો વિશવાવીશ હાપ
ભગવાનના લંછનની પૂજા કરવાની હોતી નથી. ૧૧૦૪ પ્રશ્ન જય વિયરાય સૂત્ર બે હાથ જોડી (ભેગા કરી) ઊંચા કરીને
શા માટે બોલવું પડે છે? ઉત્તર જયવીયરાય સૂત્રમાં આપણે પ્રભુ પાસે માંગવાનું હોય છે
માટે બે હાથ જોડી મસ્તકે લગાડી જયવીયરાય સૂત્ર બોલવાનું છે. ભવ નિર્વેદ - માર્ગાનુસારીપણું- ઈષ્ટફલસિદ્ધ - ગુરૂપૂજન પૂજા - સમાધિમરણ વગેરે જયવીયરાયસૂત્રમાં માંગીએ છીએ.
માટે આ સૂત્રનું બીજું નામ પ્રાર્થના સૂત્ર પણ છે. ૧૧૦૫ પ્રશ્ન દેરાસરમાં વપરાતાં સાધનોને ઉપકરણો કેમ કહેવાય છે?
તે ઉપકરણના નામો અને તેના ઉપયોગ સમજાવો. દેરાસરમાં વપરાતાં સાધનને ઉપકરણ કહેવાનું કારણ એ છે કે તે સાધનો આપણને પૂજા વગેરે કરવામાં ઉપકાર કરે - મદદ કરે છે માટે તેને ઉપકરણ કહેવાય છે. (ઉપકાર કરી તે ઉપકરણ) ત્રિગડું - સિહાસન - ચામર ત્રણ છત્ર - આરતી - મંગલદીવો - થાળી-વેલણ - ભંડાર - ઘટ ઘંટડી - પાટલો – થાળી વાટકી - કેશર - સુખડ – બરાસ - અંગ લૂંસણા - વાળાકુંચી- સળી - ધૂપીયુ - મોરપીંછી - પૂંજણી - તાંબાકુંડી - કળશ - અરીસો – નાડાછડી - ભામંડલ – આંગી – મુગટ - પંખો આ ઉપયોગ તો આપણને બધાને
ખબર છે જ. ૧૧૦૬ પ્રશ્ન જૈન ધર્મના બીજા નામો કયા છે? ઉત્તર જૈન ધર્મના બીજા નામો - દયાધર્મ, સ્યાદ્વાદ ધર્મ, આહંતુ
દર્શન - જિન દર્શન વગેરે નામો છે.
(૪૨૮)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org