Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora
View full book text
________________
૩૮ સૌથી ઉત્તમ શું છે? આચરણ. ૩૯ કયા સુખનો ત્યાગ કરવો? સ્ત્રી સાથેના સુખનો ત્યાગ. ૪૦ સૌથી ઉત્તમ દાન કયું છે? અભયદાન ૪૧ સૌથી મોટો શત્રુ કોણ છે? ક્રોધ, જુઠ, લોભ અને તૃષ્ણા સહિત કામ ૪૨ વિષય ભોગોથી કોણ સંતોષ પામે નહિ? કામ. ૪૩ દુઃખનું મૂળ શું છે? મમતા નામનો દોષ. ૪૪મુખનું ભૂષણ કયું છે? વિદ્વતા. ૪૫ સાચું કર્મ કર્યું છે? સદા-સર્વદા પ્રાણીઓનું કલ્યાણ કરવું. ૪૬ કયું કામ કર્યા પછી પસ્તાવો કરવો પડતો નથી? ભગવાન શિવ અને - કૃષ્ણની પૂજા. ૪૭ કઈ વસ્તુના નાશથી મોક્ષ છે? મન. ૪૮ ભય ક્યાં નથી? મોક્ષમાં ૪૯ સૌથી વધારે આઘાતજનક શું છે? પોતાની મૂર્ખતા. ૫૦ ભક્તિ કરવાલાયક કોણ છે? દેવ, ગુરૂ અને વૃદ્ધ પ૧ પ્રાણ લેવાવાળો કાળ આવે ત્યારે બુદ્ધિશાળી માણસે કાળજીપૂર્વક શું
કરવું જોઈએ? સુખ આપનાર અને મૃત્યુનો નાશ કરનાર ભગવાન
મરાહનું તન, મન અને વચનથી ચિંતન-મનન કરવું જોઈએ. પર સભામાં શોભાયમાન કોણ છે? જે સારો વિદ્વાન છે. પ૩ માતા સમાન સુખ આપનાર કોણ છે? ઉત્તમ વિદ્યા. ૫૪ આપવાથી કોનો વધારો થાય છે? વિદ્યાનો. પપ કઈ વસ્તુથી સદા ડરવું જોઈએ? લોકનિંદા. પ૬ અતિપ્યારો બાંધવ કોણ છે? જે વિપત્તિમાં સહાય કરે. ૫૭ પિતા કોણ છે? સર્વ પ્રકારે પાલન પોષણ કરે. ૫૮ કઈ વસ્તુ સમજ્યા પછી સમજવાનું બાકી રહેતું નથી? શુદ્ધ વિજ્ઞાન,
૪૨૦)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470