Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 445
________________ को वा दरिद्रो हि विशाल तृष्णः श्रीमांश्च को यस्य समस्त तोषः । जीवन्मृतः कस्तु निरुद्यमो य : વિવા મૃત સ્વાત્સુલવા નિરાશા 11511 ૧ દરિદ્ર કોણ છે ? ભારે તૃષ્ણાવાળો. ૨ ધનવાન કોણ છે ? જેને સર્વ રીતે સંતોષ છે. ૩ જીવતો હોવા છતાં મૃત કોણ છે ? જે પુરૂષાર્થહીન છે. ૪ અમૃત શું છે ? સુખ આપવાવાળી નિરાશા (આશા રહિત). ૫ મદિરા સમાન કઈ વસ્તુ મોહ પમાડે છે ? નારી (સ્ત્રી). ૬ મોટો અંધ કોણ ? જે કામવિકારમાં વ્યાકુળ છે. ૭ મૃત્યુ શું છે? વ્યક્તિની પોતાની અપકીર્તિ (અપમાન). ૮ ગુરૂ કોણ છે ? જે માત્ર હિતકારક ઉપદેશ આપે છે. ૯ શિષ્ય કોણ છે ? જે ગુરૂનો સાચો ભક્ત છે. ૧૦ સૌથી મોટો રોગ કર્યો છે ? વારંવાર જન્મમરણ કરવો પડે તે. ૧૧ આ રોગની દવા કઈ છે ? પરમાત્માનું સતત ધ્યાન. ૧૨ સૌથી ઉત્તમ ભૂષણ કયું છે ? ચારિત્ર. ૧૩ આ સંસારમાં ત્યાગ કરવા લાયક શું છે ? કંચન અને કામિની. ૧૪ ધ્યાનપૂર્વક સાંભળવા યોગ્ય શું છે? વેદ અને ગુરૂવાણી. ૧૫ પરમાત્માની પ્રાપ્તિનાં સાધન કયા છે? સત્સંગ, સાત્વિક દાન, પરમાત્માના સ્વરૂપનું મનન અને સંતોષ. ૧૬ મહાત્મા કોણ છે ? સંસાર પ્રત્યેની સર્વથા આસકિત નષ્ટ થઈ ગઈ છે અને જેનું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે અને જે પરમ કલ્યાણકા૨ી પ૨માત્મા તત્ત્વમાં સ્થિર થયો છે. Jain Education International 2010_03 ૪૧૮ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470