Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 431
________________ કથા દ્વારા તત્ત્વનો બોધ થાય છે. દર્શનશાસ્ત્રના વિષયો સરળ નથી. બુદ્ધિ, તર્ક અને તેની પૂર્વભૂમિકા હોય તો સમજવામાં વાર લાગતી નથી. વર્તમાન સમયમાં વ્યવહાર જ્ઞાન માટે ઘણો સમય વ્યતીત કરવામાં આવે છે જ્યારે આત્મજ્ઞાન માટે ઉપલબ્ધ સત્સંગ, ગુરૂની નિશ્રા અને વિવિધ ધર્મ ગ્રંથો જેવા સાધનો છે તેનો ઉપયોગ કરવાથી તત્ત્વજ્ઞાનની કઠિન વાતો પણ સરળ બની જાય છે. પ્રશ્નોત્તર શૈલીનાં પુસ્તકોની વિશેષતા છે કે તેનાથી ગહન વિચારો ગ્રાહ્ય બને છે. પ્રો. રસિકલાલ એમ. શાહે પ્રશ્નોત્તરસંવાદરૂપે જેને તત્ત્વજ્ઞાનનો રોચક શૈલીમાં પરિચય કરાવ્યો છે. મોટાભાગના પ્રશ્નોત્તર ગ્રંથો પ્રશ્ર ઉત્તરરૂપ છે. અહીં પ્રશ્નોત્તર છે પણ તેને માટે સંવાદ તત્ત્વનો આશ્રય લેવામાં આવ્યો છે એટલે નાટ્યાત્મક રસાનુભૂતિ થાય તેવી રીતે તત્ત્વજ્ઞાનની વાનગીઓ પીરસવામાં આવી છે. પ્રશ્નોત્તરના વિષયોમાં ચાર ગતિ, આઠ કર્મ, કેવળીનું સ્વરૂપ, ચોદ રાજલોક, દર્શન, જ્ઞાન, ચરિત્ર, લેશ્યા, મૂર્તિપૂજા, બારભાવના, ગુણ સ્થાનક, જીવનું સ્વરૂપ, અહિંસા જેવા વિષયોને સ્પર્શતા, પ્રશ્નોનો સંચય થયો છે. આ પુસ્તકમાં વિવિધ ચિત્રો દ્વારા તત્ત્વજ્ઞાનને સમજાવવામાં પૂર્તિ કરી છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે જૈન તત્ત્વજ્ઞાનના સંદર્ભમાં અંતે તો આત્મા પરમાત્મા બને, સિદ્ધિપદને પામે એવો પરમોચ્ચ આદર્શ છે તે દિશામાં આત્મ નિરીક્ષણ કરી પોતાના આત્માનો ઉદ્ધાર થાય તે માટે આત્મદોષ શોધક-સુધારક ચાર્ટ આપવામાં આવ્યો છે તે દૃષ્ટિએ પ્રશ્નોત્તરનું અધ્યયન અને તેનું જ્ઞાન વધુ ઉપકારક નીવડે તેમ છે. વિષય કોઈ નવો નથી પણ તેની અભિવ્યક્તિમાં અભિનવતા રહેલી છે એટલે તત્ત્વજ્ઞાનના વિષયની શુષ્કતા શૈલીને કારણે દૂર થઈ થઈ છે. અત્રે નમૂનારૂપે કેટલાક પ્રશ્નોની નોંધ કરવામાં આવી છે તે ઉપરથી પુસ્તકના અને તેમાં રહેલા તત્ત્વજ્ઞાનનો પરિચય મળે તેમ છે. ૧૦૬૪ મયંક મમ્મી જ્ઞાન એટલે શું? નિશાળમાં આપે છે તે? રંજનબેન ના, નિશાળમાં આપે તે તો વેપાર-વિજ્ઞાનયંત્ર, વિદ્યા વગેરેનું ( ૪૦૪ (૪૦) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470