________________
જ્ઞાન. એ તો પૈસા કમાવવા નોકરી, ધંધો કરવા માટેનું માહિતી જ્ઞાન. તમારા મંદિરમાં સરસ્વતી માતાની સરસ
મૂર્તિ છે તેની નીચે લખેલું યાદ છે? સા વિદ્યા યા વિમુક્તયે. ૧૦૬૫ મયંક હા, મમ્મી એ તો અમે રોજ વાંચીએ છીએ એનો અર્થ ખબર
નથી?
રંજનબેન ચાલ તને સમજાવું. શાંતિથી સાંભળીશ તો એક નાની વાર્તા
પણ કહીશ. સરસ્વતી માતાની મૂર્તિ સાથે જે લખ્યું છે તેનો અર્થ જે મુક્તિ અપાવે તે જ જ્ઞાન કહેવાય. હવે આપણે ભગવાનની સ્તુતિ, પૂજા, સ્તવન, ચૈત્યવંદન વગેરે એ જ્ઞાન સાથે એટલે કે સમાજથી કરીએ તો એનું ફળ જોરદાર મળે કે આપણે પાપમાંથી વહેલા મુક્ત થઈ જઈએ. વગર જ્ઞાને અણસમજથી કરે તેની અસર ઓછી થાય. વગર જ્ઞાને થાય
તે તો ફક્ત ક્રિયા જ કહેવાય. ૧૦૬૬ મયંક આપણે કંઈ ન કરીએ તો કર્મ થાય ખરો? સ્મિતાબેન એવું તો આપણને બનતું જ નથી ને? તમે હાલો, ચાલો,
શ્વાસ લો, ખાઓ, પીઓ, સુવો અને મનમાં વિચાર કરો
તેથી પણ કર્મ બંધાય. ૧૦૬૬મયંક આપણે વિચારીએ તેમાં તો કંઈ કરતા દેખાતા નથી તો કર્મ
કેવી રીતે થાય? સ્મિતાબેન કર્મના બે પ્રકાર છે. (૧) ભાવ કર્મ, (૨) દ્રવ્ય કર્મ. આપણે
મનમાં વિચારી રાગદ્વેષના ભાવ કરીએ તેને ભાવ કર્મ કહે છે અને તેના પરિણામે જે કર્મો આપણા આત્મા સાથે ચોંટે છે તેને દ્રવ્યકર્મ કહે છે. વિચાર્યા પછી ક્રિયા ન કરીએ શુભ કે અશુભ પણ તે પ્રમાણે ભાવ કર્મ થાય છે માટે ભાવકર્મ
(૪૦૫)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org