________________
૬૫૯ પ્રશ્ન અષ્ટમંગલની અંદર મત્યનું યુગ્મ કેમ લેવાય છે? મત્સ્ય
જાતિ ઉત્તમ છે? ઉત્તર બત્રીસ લક્ષણમાં જેમ મલ્યનો આકાર ઉત્તમ ગણાય છે.
તેવી રીતે સ્વસ્તિકાદિથી સ્થાપના માફક મજ્યની સ્થાપના ઉત્તમ ગણાય છે. કેટલીક આકૃતિઓ જ પદાર્થ ઉત્તમ ન હોય તો પણ ઉત્તમ હોય છે. ધ્યાનમાં રાખવું કે ઝાડ અને પર્વતના આકારોની હાથ આદિમાં રેખાઓ ઉત્તમ છે અને
જવની રેખા પણ ઉત્તમ છે. ૬૬૦ પ્રશ્ન પોથી પૂજેલું અગર સૂત્ર હોરાવતી વખતે બોલાએલી બોલીનું
દ્રવ્ય કે પ્રતિક્રમણ સૂત્ર બોલવા માટે બોલાતી બોલી જે જ્ઞાનદ્રવ્ય કહેવાય તેવા પ્રકારની દ્રવ્યનો શ્રાવકોના છોકરાને ઉપયોગી એવા ધાર્મિક પુસ્તકોમાં ઉપયોગ થઈ શકે અથવા તો શ્રાવકોચિત વાંચવાના કે તેને છપાવીને આપવાના પુસ્તકોમાં
દેવદ્રવ્યનો વ્યય કરી શકાય? ઉત્તર શ્રાવકો સપરિગ્રહ હોવાથી તેઓથી વ્યાવહારિક કે ધાર્મિક
કોઈ પણ કેળવણીમાં જ્ઞાનની પૂજા વગેરેનું દ્રવ્ય વાપરી શકાય નહિં. વ્યવહારિક કેળવણી દેવામાં તો જ્ઞાનદાન કહેવાય જ
નહિં. ૬૬૧ પ્રશ્ન દુઃખી જીવોને દેખીને જેને દયા ન આવે તેનામાં સમ્યકત્વ
હોય ખરું? ઉત્તર ના, દુઃખથી રીબાતા પ્રાણીઓને દેખી જેને દયા ન આવે
તેનામાં સમ્યકત્વ હોય જ નહિ. ૬૬૨ પ્રશ્ર શાસ્ત્રો લખાયાં ક્યારે? ઉત્તર પાંચમાં આરામાં ભગવાન શ્રી મહાવીર દેવ પછી હજાર
(૨૮)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org