________________
જેટલો કાળ લાગે તેને એક પલ્યોપમ કહેવાય છે. આવા પ્રકારનાં ૧૦ કોડાકોડી પલ્યોપમ જ્યારે થાય ત્યારે ૧ સાગરોપમ કહેવાય છે. અને ૧૦ કોડાકોડી સાગરોપમ થાય ત્યારે એક ઉત્સર્પિણી કહેવાય છે. તેવી રીતે ૧૦ કોડાકોડી સાગરોપમ જાય ત્યારે એક અવસર્પિણી કહેવાય છે. એમ
કુલ ૨૦ કોડાકોડી સાગરોપમનું કાળચક્ર થાય છે. ૯૬૦ પ્રશ્ન પર્યાપ્તિ એટલે શું? તે કેટલી છે અને કઈ કઈ? ઉત્તર પર્યાપ્તિ એટલે શક્તિ, આહાર ગ્રહણ કરવાનો તેને બલ,
રસ, રૂપ જુદા પાડવાની આત્માની જે શક્તિ તે આહાર પર્યાપ્તિ. તેવા પ્રકારની કુલ છ પર્યાપ્તિઓ છે. (૧) આહાર, (૨) શરીર, (૩) ઈન્દ્રિય, (૪) શ્વાસોશ્વાસ, (૫) ભાષા
અને (૬) મન. ૯૬૧ પ્રશ્ર આત્મા નિત્ય છે કે અનિત્ય? ઉત્તર દ્રવ્યથી અનાદિકાળથી છે અને ભાવિમાં પણ અનંતકાળ સુધી
રહેશે માટે નિત્ય છે. પરંતુ પર્યાયથી પ્રતિસમય બદલાતો છે - બાલ્ય - યુવા અને વૃદ્ધાવસ્થારૂપ તથા મનુષ્ય તિર્યંચદેવાદિ
ભવ સ્વરૂપ બદલાતો રહે છે માટે અનિત્ય પણ છે. ૯૬૨ પ્રશ્ન દ્રવ્યપુણ્ય અને ભાવપુણ્ય એ બંનેનો અર્થ શું? ઉત્તર સુખ-સામગ્રી અને સાનુકૂળતાની જે પ્રાપ્તિ તે દ્રવ્ય પુણ્ય.
વૈરાગ્ય સમતા અને મોહના ક્ષયોપશમની જે પ્રાપ્તિ તે ભાવ પુણ્ય. પાંચ દશ લાખ રૂપિયાની મૂડીવાળા ધંધો-વેપાર કરીને દશ-વીસ લાખ રૂપિયાવાળો થાય તેને ત્યજીને વૈરાગ્ય વાસિત થઈ દીક્ષા ગ્રહણ કરે તે ભાવ પુણ્ય કહેવાય છે.
૩૬૯)
૩૬૯,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org