________________
ઠેકઠેકાણે સૂતક માનવા સંબંધી અનેક પાઠો = સિદ્ધાંતો મોજૂદ હોવા છતાં દૃષ્ટાંતોથી તે માર્ગનો અર્થાત્ સિદ્ધાંતનો નિષેધ કરવો તે ઉત્થાપકપણું એટલે ઉત્સુત્ર પ્રરૂપણા ગણાય છે અને ઉત્સુત્રનું પાપ પણ ખૂબ મોટું છે. પૂ. આનંદઘનજી મહારાજે કહ્યું છે ને કે “પાપ નહિ કોઈ ઉત્સુત્ર ભાષણ જિહ્યું, ધર્મ નહિ કોઈ જગ સૂત્ર સરીખું” માટે મારે તો એટલું જ પૂછવું છે કે ભરત ચક્રીએ કે ઘણી પત્ની એવા મોટા પરિવારવાળાએ સૂતકમાં પૂજા કરી હોય તેવો શાસ્ત્રપાઠ બતાવો. માત્ર કોરી કલ્પના નહીં. માત્ર કલ્પના કરીને સિદ્ધાંત તોડવાની બાલિશ ચેષ્ટાન કરો.
૧૯. સંક્ષિપ્ત જૈન દર્શન (પ્રશ્નોત્તર) પ્રશ્નોત્તર સાહિત્યની વિવિધતામાં અવનવા ગ્રંથો પ્રાપ્ત થાય છે. વ્યક્તિમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિના પરિતોષ માટે આ પ્રકારની કૃતિઓ ધાર્મિક વિચાર સૃષ્ટિને આત્મસાત્ કરવા માટે પાયાનું કામ કરીને ધર્મશ્રદ્ધા દઢ કરે છે.
શ્રી દિનેશચંદ્ર જોરાવલ મોદીએ જૈન દર્શન પ્રશ્નોત્તરૂપે સંકલન કરીને ઈ.સ. ૧૯૭૭ના ઓગષ્ટમાં પ્રગટ કર્યું છે. તેમાં જૈન ધર્મને સ્પર્શતા ૨૫ વિષયોને કેન્દ્રમાં રાખીને કુલ ૧૩૬૦ પ્રશ્નોત્તરનો સંચય થયો છે.
- તેમાંના કેટલાક પ્રશ્નોત્તરો ઉદાહરણ રૂપે અત્રે નોંધવામાં આવ્યા છે તે ઉપરથી પ્રશ્નોની વિવિધતા અને ઉત્તરોનો પ્રત્યક્ષ પરિચય થાય છે. ૯૮૭ પ્રશ્ન પદાર્થોને જાણવાના કેટલા ઉપાય છે? ઉત્તર ચાર ઉપાય છે. (૧) લક્ષણ, (૨) પ્રમાણ, (૩) નય, (૪)
નિક્ષેપ.
૩૭૯)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org