________________
જેમાં અનંતા જીવો હોય નાના એવા એક શરીરને આશ્રયે અનંતા જીવો રહેતા હોય તે અનંતકાય જેમ કે ડુંગળી, લસણ, બટાકા, ગાજર વગેરે આ અનંતકાયને જ કંદમૂળ નિગોદ
તથા સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. ૯૫૬ પ્રશ્ન આ આત્મા કોણે બનાવ્યો છે અને ક્યારે બનાવ્યો છે? ઉત્તર આ આત્મા ઈશ્વરાદિ કોઈ વ્યક્તિએ બનાવેલ નથી. આકાશ
આદિની જેમ સહજ સિદ્ધ જ છે અને તેથી જ અનાદિ કાળથી
છે તેની ઉત્પત્તિજનથી માટે આદિ નથી તથા અંત નથી. ૯૫૭ પ્રશ્ન એક ભવથી બીજા ભવમાં જતાં જીવને કેટલો ટાઈમ લાગે? ઉત્તર ઓછામાં ઓછો એક સમય અને વધુમાં વધુ ૩ સમયનો
કાળ થાય છે. અપેક્ષા વિશેષ ૪/૫ સમયનો કાળ પણ લાગે
છે.
૯૫૮ પ્રશ્ન સમય એટલે શું? તેનું માપ કેટલું? ઉત્તર અતિશય સૂમમાં સૂક્ષ્મ જે કાળ જેને કેવળજ્ઞાનીની દૃષ્ટિએ
પણ બે ભાગ ન થાય તેટલો નાનો સૂક્ષ્મ જ કાળ તે સમય. આંખ મીંચીને ઉઘાડીએ તેટલા ટાઈમમાં જે વખત જાય છે તેમાં આવા સૂક્ષ્મ અસંખ્યાતા સમયો ચાલ્યા જાય છે. સમય
એ આટલો સૂક્ષ્મકાળ. ૯૫૯ પ્રશ્ર શાસ્ત્રમાં પલ્યોપમ અને સાગરોપમ શબ્દ તેનો અર્થ શું છે? ઉત્તર પલ્ય એટલે કુવો - કુવાની ઉપમાવાળા જે કાળ તે પલ્યોપમ
એક યોજન લાંબા પહોળા અને ઉંડા કુવામાં મનુષ્યના માથાના સાત દિવસના ઉગેલા વાળના અસંખ્ય ટુકડા કરી ઠાંસી ઠાંસીને ભરીએ તેમાંથી સો વર્ષે એક એક ટૂકડો બહાર કાઢતાં
૩૬૮)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org