________________
ઈચ્છાવાળા, કેટલાક જીવો કામની ઈચ્છાવાળા અને કેટલાક જીવો મોક્ષની ઈચ્છાવાળા આથી જગતમાં આ ચાર પ્રકારની ઈચ્છાવાળા જીવો દષ્ટિગોચર થશે અને વર્ગીકરણની અપેક્ષા
એ આ ચાર પુરૂષાર્થ છે. ૭૦૭ પ્રશ્ર ઉપસર્ગ એ બંધનું કારણ અને નિર્જરાનું કારણ શી રીતે? ઉત્તર ઉપસર્ગ એ નિર્જરાનું કારણ શ્રીવીરદેવને થયું અને તે જ
ઉપસર્ગ સંગમને બંધના કારણરૂપ થયો જે કરણી સમકિતીને નિર્જરારૂપ થાય તે જ કરણી પ્રત્યે રોષવાળા મિથ્યાત્વીને બંધનું કારણ થાય અર્થાત્ ઉપસર્ગ જેવી ચીજ બંધ અને નિર્જરાનું કારણરૂપે પરિણામે છે તે પવિત્ર અપવિત્ર
પરિણામને આધીન છે. ૭૦૮ પ્રશ્ન દેરાસરમાં અશુભ વિગેરે થાય તો શું કરવાથી આશાતના દૂર
થાય? ઉત્તર સામાન્ય અશુચિ હોય તો સ્થાન ધોવાથી, વિશેષ અશુચિ
હોય તો સ્નાત્ર પૂજા અને મંદિર ધોવાથી થાય. ૭૦૯ પ્રશ્ન ચોથો આરો અને પાંચમો આરો એમાં ફેર તો ખરો જ ને? ઉત્તર ફેર તો ખરો જ પણ તે માત્ર કાળનો પાપપુણ્ય આદિ તત્વો
અને તેના કારણોમાં ફેર ખચીત નહીં. ૭૧૦ પ્રશ્ન નવકારમાં નમો લોએ સવ્વઆયરિયાણં એમ કેમ નહિ?
ફક્ત સવ્વસાહૂણે કેમ? ઉત્તર આ અભયદેવસૂરિજી અરિહંતાદિ ચાર પદોમાં પણ સવપદ
જોડવાનું, જિનકલ્પ યથાચ્છદ આદિ ભેદો સાધુમાં હોવાથી સર્વપદની જરૂર પણ ગણી છે. આચાર્ય ઉપાધ્યાય સ્થવિર કલ્પમાં જ હોય.
૨૯૪)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org