________________
હોવાથી ઈશ્વર તે જિનેશ્વર કહેવાય. ૬૯૭ પ્રશ્ન અવધિજ્ઞાનનું લક્ષણ શું? ઉત્તર બાહ્ય પદાર્થો દૂર પ્રદેશમાં રહેલા હોય છતાં જે એકલાજ્ઞાન
દ્વારાએ જાણી શકીએ તે જ અવધિજ્ઞાન. અવધિજ્ઞાન એ આત્માના ક્ષયોપશમથી થાય છે. ઈદ્રિયને અગોચર છે માટે
તેનું બાહ્ય ચિહ્ન હોય નહિ. ૬૯૮ પ્રશ્ન આશંસા એટલે શું અને નિયાણું એટલે શું? ઉત્તર ધર્મની ક્રિયા કરતાં પહેલા જે પોલિક સુખ (દેવતાનું
ચક્રવર્તીપણાનું, રાજાપણાનું સુખ) ની ઈચ્છા થાય અને તે ઈચ્છાથી જ ધર્માનુષ્ઠાન કરાય તે આશંસા કહેવાય. ધર્માનુષ્ઠા કર્યા પછી ફલ તરીકે જે પદ્ગલિક વસ્તુઓ ઈચ્છાય (અર્થાત્ ધર્માનુષ્ઠાન વેચીને સાંસારીક સુખોની ઈચ્છા) તે નિયાણું
કહેવાય ૬૯૯ પ્રશ્ન નમોડસ્તુવર્ધમાનાય અને વિશાલલોચન સ્ત્રીઓ કેમ નથી
બોલતી? ઉત્તર પૂર્વની વસ્તુ હોવાથી સ્ત્રીઓ નથી બોલતી કારણ કે સ્ત્રીને
પૂર્વની વસ્તુ બોલવાનો નિષેધ છે. ૭૦૦ પ્રશ્ર શાસ્ત્રમાં ત્રણ પ્રકારના અજીર્ણ કહ્યાં છે તે કયા? ઉત્તર જ્ઞાનનું અજીર્ણ અહંકાર (સ્થૂલભદ્રજીની પેઠે), તપનું અજીર્ણ
ક્રોધ (અગ્નિશર્માની પેઠે), ક્રિયાનું અજીર્ણ ઈર્ષા (કુસુમપુરમાં
રહેલ સવેગી મુનિની પેઠે). ૭૦૧ પ્રશ્ન આ જીવ સુખમાં રાજી અને દુઃખમાં નારાજ કેમ થાય છે? ઉત્તર આ જીવ સુખના અને દુ:ખના કારણોમાં જતો નથી માટે જ
(૨૯૨)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org