________________
૯૩૨ પ્રશ્ન શ્રાવકના વ્રત લીધા સિવાય બીજા પર ચરણનીમ કરવાની
મરજાદ છે કે નહિ? ઉત્તર ભગવતીજીમાં પાના ૪૩૧ અધિકાર છે તીહાં કહ્યું છે જે
મુલ ગુણ પચ્ચખાણી કરતા ઉત્તર ગુણ પચ્ચખાલી અસંખ્યાતા છે પણ તિર્યંચ પણ શ્રાવકના વ્રત લે છે તેથી અસંખ્યાતા ગુણ કહ્યા છે. ટીકાકારે વિશેષપણે કહ્યું છે જે મધ, માખણ, માંસ, મદીરાના નીમ કરે તે પણ ઉત્તર ગુણ
પચ્ચખાણી કહીએ એવી રીતે તીહાં અધિકાર છે. ૯૩૩ પ્રશ્ન છઠ્ઠા આરામાં જે જીવો થશે તેનું કેટલું આઉખું તથા સમકિતી
કે મિથ્યાત્વી? ઉત્તર છઠ્ઠા આરાનાં જીવનું આખું ૧૬ થી ૨૦ વર્ષ સુધી કહ્યું છે.
સમકિત રહિત ક્યાં વસશે એ વિગેરે સર્વ અધિકાર
ભગવતીજીના પેલીમાં પાના ૪૭૯ છે ત્યાંથી જોઈ લેવું. ૯૩૪ પ્રશ્ન સાધુજી પુસ્તક રાખે કે નહિ? ઉત્તર આ કાલમાં સાધુજી પુસ્તક રાખે એ અધિકારતત્વાર્થમાં પાને
૨૮૫મે છે તેમાં જણાવ્યું છે જે દુષમ કાલે ધારણાની ખામી તેથી આજ્ઞા કરી છે. વાસ્તુ પુસ્તક રાખવાને હરકત નથી પણ પોતાના શિષ્ય સારા ન હોય તે બતાવે તે પુસ્તક શિષ્યને આપી જવું ને તે વેચી ખાય એ યોગ્ય નથી એ પુસ્તક સંઘના રૂપિયાથી લીધું છે તેથી પુસ્તક માલખી સંઘની રાખવી કે જેથી બગાડ થાય નહીં. શિષ્યને ભણવા જોઈએ તો શ્રાવક આપે પણ વેચી ખાય એવા શિષ્ય હોય તો શ્રાવક તેને પણ
પુસ્તક આપે નહીં. આવી રીતે સાધુજીએ રાખવી જોઈએ. ૯૩૫ પ્રશ્ન આયુષ્ય જે ગતિનું બાંધ્યું હોય તે કાયમ રહે કે ફેરફાર થાય?
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org