________________
હોય. નિ:સ્પૃહતા આદિ ગુણો જેમાં ખીલેલા દેખાતા હોય અને શાસન રક્ષા કે પ્રભાવના કરવાના સામર્થ્યવાળા હોય તેવાઓને મોટેભાગે આચાર્ય પદવી આપી શકાય. પૂર્વકાલમાં સાધુ થયા પછી ૧૨ વર્ષ સૂત્રનું અધ્યયન કરતા, ૧૨ વર્ષ અર્થનું અધ્યયન કરતા અને ૧૨ વર્ષ તેને સાધુ મદદમાં આપી દેશોનું પર્યટન કરાવતા. ત્યારબાદ મોટાભાગે આચાર્ય પદવી સામાન્ય રીતે આપતા. કોઈ વિશિષ્ટ વ્યક્તિ તે કાલમાં જણાઈ જાય તો તેને માટે આ નિયમ ન રહેતો વર્તમાનકાલમાં
લગભગ આ કોઈ નિયમ દેખાતો નથી. (પા. નં. ૮૫) ૭૩૦ પ્રશ્ન ધાર્મિક પ્રસંગોની ફિલ્મો ઉતરાય છે અને વીડીઓ ઉતારી
ટી.વી. કેન્દ્રથી રીતે થાય છે તે બધું યોગ્ય છે? તેને જોવામાં
પુણ્ય થાય કે પાપ? ઉત્તર ધાર્મિક પ્રસંગોની ફિલ્મો કે વીડીઓ ને ટી.વી. કેન્દ્રથી પ્રસારિત
કરાવવી તે તદ્દન અયોગ્ય છે. આ પ્રસારણ પહેલાં તો ટી.વી. ને ટેકો આપનાર થાય છે. બીજું ટી.વી. જોનારને જોવામાં ઉપાદેય બુદ્ધિ પેદા કરે છે આથી ટી.વી. જોનારા બોલતા થઈ જાય છે કે ટી.વી.માં ધાર્મિક પ્રસંગો પણ બતાવે છે. તેથી ટી.વી. જોવામાં શું હરકત છે? ધાર્મિક પ્રસંગોની ફિલ્મ જ જ્યાં અયોગ્ય છે ત્યાં ટી.વી. પર રીલે કરવાની વાતનું તો પૂછવું જ શું! આમ ધાર્મિક પ્રસંગોના નામે ટી.વી. જોતા થઈ જનારને આવા ધાર્મિક પ્રસંગોનું દર્શન આત્મિક દૃષ્ટિએ મોટાભાગે અસર નથી કરતું અને તેની સાથે આવતાં તેના બીજા દર્શનો જીવને મોહની પુષ્ટિ કરવાની અસર કર્યા વગર મોટાભાગે નથી રહેતા. ટી.વી. ઉપર આ ધાર્મિક પ્રસંગોનું પણ દર્શન મોટાભાગે પાપ જ બંધાવે. (પા. નં. ૧૦૭)
૩૦૧ )
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org