________________
ચોવીસે કલાક પુણ્ય ઉપાર્જન કરવું અને સંસારની અનિત્યતાનું
સ્મરણ કરવું. ૪૮૮ પ્રશ્ન કલ્યાણની અભિલાષાવાળા જીવો ઘણાં છે કે થોડા? ઉત્તર ધર્મબિંદુપ્રકરણની શ્રી મુનિચંદ્રસૂરિ વિરચિત ટીકામાં જણાવ્યું
श्रेयाडथिनो हि भूयांसो लोकलोकातर चन | स्तोका हि रत्नवणिजः स्तोकाश्च स्वात्मसाधका : ||
લૌકિકમાં અને લોકોત્તરમાં કલ્યાણની અભિલાષાવાળા જીવો અલ્પ હોય છે કારણકે જેમ રત્નનાવેપારીઓ થોડા હોય છે તેવી જ રીતે આત્મ સાધના કરનારા મોક્ષની વાંછાવાળા
જીવો થોડા હોય છે. ૪૮૯ પ્રશ્ર શ્રી જિનેશ્વરની ભાષા સર્વને સ્વભાષામાં કેવી રીતે પરિણમે? ઉત્તર શ્રી આવશ્યક નિર્યુક્તિની મલયગિરિસૂરિ વિરચિત ટીકામાં
જણાવ્યું છે કે મેઘવૃષ્ટિના પાણી જેમ જુદા જુદા ભાજનોથી વિવિધ વર્ણાદિવાળા થાય છે તેમ શ્રી જિનેશ્વરની વાણી પણ
સર્વ જીવોને સ્વસ્વભાષાપણે પરિણમે છે. ૪૯૦ પ્રશ્ન સંશય એટલે શું? વિપર્યય એટલે શું? અનધ્યવસાય એટલે
શું? અને યચ્છા એટલે શું? ઉત્તર નિશ્ચય વિનાનું બંને પક્ષનું જ્ઞાન થાય તે સંશય કહેવાય.
પદાર્થથી ઉલટું જ્ઞાન થાય તે વિપર્યય કહેવાય. પદાર્થના સ્વરૂપનો ખ્યાલ ન આવે એવું સામાન્ય જ્ઞાન તે અનધ્યવસાય કહેવાય. કોઈવાર ઘટ શબ્દ સાંભળીને ઘટનું જ્ઞાન થાય અને કોઈવાર ઘટ શબ્દ સાંભળીને પટનું જ્ઞાન થાય તેને થચ્છા કહેવાય.
૨૩)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org