________________
ઉત્તર
પહેરાવવામાં આવે તે સંઘપતિમાળ પહેરાવવામાં આવે તે જ ઈન્દ્રમાળા કે તીર્થમાળા છે. ઈન્દ્રમાળા વિશે શ્રાદ્ધવિધિ
ગ્રંથના પાંચમાં અધ્યાયમાં માહિતી છે તે જોઈ લેવી. પ૯૪ પ્રશ્ન ઈન્દ્રોત્સવ એટલે શું?
ઈન્દ્રના સંતોષને અર્થે નિયમિત દિવસે અર્થાતુ અશ્વિન માસની પૂર્ણિમાએ થતો મહોત્સવને ઈન્દ્રમહ અથવા ઈન્દ્ર મહોત્સવ કહેવાય છે. જંબુદ્વીપ પન્નતિ, જ્ઞાતાસૂત્ર, આચારાંગસૂત્ર, રાયપણેણી, ભગવતી સૂત્ર તેમજ આવશ્યક ચૂર્ણિમાં તેનો
ઉલ્લેખ થયેલો છે. પ૯૫ પ્રશ્ન નિષેક એટલે શું? ઉત્તર શ્રી ઠાણાંગસૂત્ર ૩૭૭માં આ પ્રમાણે પાઠ છે.
निषेकश्च कर्मपुद्गलानां प्रतिसमयानुभव स्वना । કર્મ પૂર્ગલોનો પ્રતિસમય અનુભવ થાય તે કર્મપુગલોની જે અબપ્પાકાલ સ્થિતિ સ્થાનો પૂર્ણ થયા બાદ રચના તેને નિષેક
કહેવાય છે. પ૯૬ પ્રશ્ન દેવલોકમાં દેવોને છ મહિના આયુષ્ય બાકી રહે ત્યારે તેઓને
ત્યાંથી અવવાનાં ચિન્હો જણાય છે અને તેથી ઝુરે પણ છે
તો શું બધા દેવોને તે પ્રમાણે થતું હશે? ઉત્તર ના, બધા દેવોને તે પ્રમાણે ઝરવાનું થતું નથી. તીર્થકરોના
જીવો, તથા જે દેવ એકાવનારી હોય તેમને તો છેલ્લા છ માસમાં પણ શાતાનો ઉદય હોય છે. શ્રી સૂયગડાંગસૂત્ર
વૃત્તિ, તથા પરિશિષ્ટ પર્વમાં આ બાબત સ્પષ્ટપણે કહી છે. ૫૯૭ પ્રશ્ન નિગોદના એકંદર ભેદ કેટલા?
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org