________________
ઉત્તર
જગચિંતામણિ ચૈત્યવંદનમાં સમણહકોડિ સહસ્સેદુઅ ઈત્યાદિ
પાઠ જોઈ લેવો. પ૯૦ પ્રશ્ર શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનો અધિકાર વિસ્તારથી કયા ગ્રંથમાં
છે?
ઉત્તર શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનો અધિકાર વિસ્તારથી કલિકાલ સર્વજ્ઞ
શ્રીમાન હેમચંદ્રસૂરિકૃત શ્રી પરિશિષ્ટ પર્વના પ્રથમ સર્ગમાં છે. પ૯૧ પ્રશ્ન નાસિકા દ્વારા કોઈ પેય પદાર્થ દવાના કારણે રાત્રિમાં લઈ
શકાય? ઉત્તર નાસિકા દ્વારા કોઈ પેય પદાર્થદવાને કારણે રાત્રે લેવો ઉચિત
નથી કારણ કે નાસિકા અને ગળાનું દ્વાર આગળ જ્યાં એક
થતું અનુભવાય છે. પર પ્રશ્ન દુબલી આઠમ કેમ કહેવાય છે? શું ભૂતકાળમાં કોઈ દુર્બલિકા
પુષ્ય મિત્ર આચાર્ય થયા છે? અને તેમના કોઈપણ પ્રસંગને
ઉદ્દેશીને દુબલી આઠમ નામ પડ્યું છે? ઉત્તર પર્યુષણમાં થયેલ વિશેષ તપસ્યા અંગે શરીરમાં દુર્બળતા આવતી
હોય એટલે દુબલી આઠમ કહેવાય છે. આવો કોઈ પાઠ જોવામાં આવતો નથી. કોઈ દુર્બલિકા પુષ્પમિત્ર આચાર્યનું નામ પણ
જણાવે છે. પ૯૩ પ્રશ્ન તીર્થમાળા અને ઈન્દ્રમાળામાં શું તફાવત? તેમજ સંઘમાળા
કોને કહેવાય? ઉત્તર તીર્થમાળા અને ઈન્દ્રમાળા એ બંને એકાર્થક-પર્યાય વાચક
શબ્દો છે. સિદ્ધાચલજી વગેરેના સંઘ લઈ જાય અને માળા પહેરે તો તે તીર્થમાળા-ઈન્દ્રમાળા કહેવાય છે એવું સાંભળવામાં આવ્યું નથી પણ સંઘ કાઢનાર સંઘવીને માળા
૨૬૩
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org