________________
૫. લબ્ધિ પ્રશ્ન
અનેક જિજ્ઞાસુઓએ પૂછેલા પ્રશ્નોના આ લબ્ધિસૂરીશ્વરજીએ ઉત્તરો આપ્યા હતા તેને પૂ. આ. શ્રી વિક્રમસૂરિએ આ ગ્રંથમાં સ્થાન આપ્યું છે. આ પ્રશ્નો બે ખંડમાં વહેંચાયેલો છે. પ્રથમ ખંડમાં તીર્થંકર, સમવસરણ, તીર્થંકરચરિત્ર, કલ્યાણક, તીર્થ, જિનપૂજા ધાર્મિક દ્રવ્યાદિ વ્યવસ્થા, શાસનદેવદેવી એમ આઠ વિષયોનો સમાવેશ થાય છે.
બીજા ખંડમાં જ્ઞાન, સિદ્ધશીલા, મોક્ષ, કેવલી, ગણધ૨, યુગ પ્રધાન, મુનિ અને સાધ્વી એમ આઠ વિષયોને કેન્દ્રમાં રાખીને પ્રશ્નોનો સંચય થયો છે. કવિએ શંકા-સમાધાન એ શબ્દ પ્રયોગ દ્વારા પ્રશ્નોત્તર દર્શાવ્યા છે કારણ કે તીર્થંક૨, મોક્ષ, સિદ્ધશીલા, દેવદેવીઓ જેવા વિષયોમાં અનેક શંકાઓ ઉદ્ભવે તેમ છે. શંકા હોય પણ આપણે પૂછતા નથી એટલે સત્ય સમજાતું નથી. સંશયરહિત થવાથી ધર્મશ્રદ્ધા સ્થિર થાય છે અને સમકિતનું મોટું દૂષણ નિર્મૂળ થાય છે એટલે આ પ્રકારના ગ્રંથો સ્વયં શંકારહિત થઈને સમાધાન કરાવવામાં ગુરૂ ચાવી તરીકે કાર્ય કરે છે.
પ્રથમ વિભાગમાં કુલ ૪૦૦ અને બીજા વિભાગમાં ૬૪ પ્રશ્નો છે તદુપરાંત બીજા પણ છૂટા પ્રશ્નોત્તરનો સમાવેશ થયો છે. આ પ્રશ્નોત્તરની વિશેષતા એ છે કે તેમાં દરેક વિભાગવાર પ્રશ્નોત્તર અને શાસ્ત્રાધાર દર્શાવ્યો છે. શાસ્ત્રાધારામાં કલ્યાણ માસિકમાં આ બધા પ્રશ્નો પ્રગટ થયા હતા તેનો ખાસ ઉલ્લેખ કર્યો છે. અહીં પ્રશ્નોત્તરનો વિષય સ્પષ્ટ અને ક્રમબદ્ધ હોવાથી જૈન દર્શનની માહિતી અને તત્ત્વનો આસ્વાદ સારી રીતે થાય છે. મોટાભાગના પ્રશ્નો માહિતીપ્રધાન અને શંકા-સમાધાનરૂપે પ્રગટ થયા છે. નમૂનારૂપે કેટલાક પ્રશ્નો નોંધવામાં આવ્યા છે.
૪૯૮ પ્રશ્ન દરેક ચોવીશીમાં ચોવીશ જ તીર્થંક૨ કેમ થાય? વધારે કે ઓછા કેમ નહીં?
Jain Education International 2010_03
૨૩૭
For Private & Personal Use Only
www.jainelibrary.org