________________
પ૭૪ પ્રશ્ન શ્રી તીર્થકર મહારાજના જન્મ અવસરે છપ્પન દિÉમારીઓ
આવે છે તે વ્યંતર નિકાયની કે ભુવનપતિ નિકાયની છે? ઉત્તર છપ્પન દિકકુમારીઓ શ્રી ભુવનપતિ નિકાયની દેવીઓ છે.
શ્રી આવશ્યક સૂત્રના વિવરણમાં સૂરિપુરંદર મલયગિરિએ
આનો ઉલ્લેખ કર્યો છે. दिक् कुमारिका नाम दिक् कुमार भवनपति विशेष जातीया देव्यः । ૫૭૫ પ્રશ્ન શ્રી ચોવીશ તીર્થકરોને શ્રુતજ્ઞાન એકસરખું હતું કે ન્યુનાધિક? ઉત્તર સર્વ તીર્થકર મહારાજાઓને શ્રુતજ્ઞાન એકસરખું ન હતું. શ્રી
ઋષભદેવ સ્વામીજીને સંપૂર્ણ દ્વાદશાંગીનું જ્ઞાન હતું જ્યારે બાકીના ત્રેવીસ તીર્થંકર પરમાત્માઓને અગિયાર અંગોનું
જ્ઞાન હતું. આ અંગે આવશ્યકસૂત્રની વૃત્તિમાં ઉલ્લેખ છે. પ૭૬ પ્રશ્ન શ્રી કલ્પસૂત્રના વ્યાખ્યાનના મંગલાચરણમાં
પુરિમચરિમાણકપ્પો' આ ગાથા બોલવામાં આવે છે તેનું
વિધાન કોઈ શાસ્ત્રમાં છે કે પરંપરા છે? ઉત્તર શ્રી કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં ‘પુરિમચરિમાણકપ્પો” આ ગાથા
મંગલાચરણમાં કહેવાનો શાસ્ત્રીય રિવાજ છે તેને માટે શ્રી કલ્પસૂત્રની કલ્પલત્તા નામની અંતર્વાચનામાં મહોપાધ્યાયજી
શ્રી ગુણ વિજયજી મહારાજાએ લખેલ અક્ષરો આ પ્રમાણે છે. पुरिमचरिमाणकप्पोः इयं गाथा नवसु व्यारव्यानेषु आदि अन्त च कथ्यते। પ૭૭ પ્રશ્ન સાધુ મહારાજાઓ જે ગામમાં ચાતુર્માસ રહેલા હોય તે ગામથી
ચારે દિશામાં કેટલા ગાઉ સુધી જવા આવવાનું કહ્યું? અને ગાઉ ગામના દરવાજેથી ગણવા કે મધ્યભાગથી અથવા અન્ય
કોઈ સ્થાનથી? ઉત્તર સાધુ મહારાજાઓ જે ગામમાં ચાતુર્માસ રહેલા હોય તે
૨૫૮)
૨૫૦ )
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org