________________
અને પંચકલ્પ એ છ છેદગ્રંથો છે. (પા. ૩૦)(દેવવિજયજી ગણી).
૩૮૩ પ્રશ્ન ગૃહસ્થના આચારને ધારણ કરનાર યતિ વેષધારી સામાયિક
લઈને પ્રતિક્રમણ કરે કે ચૈત્યવંદનથી? ઉત્તર વાસ્તવિક રીતે સામાયિક લઈને કરે. (પા. ૩૧)(જસ વિજય
ગણી) ૩૮૪ પ્રશ્ન કોઈ શ્રાવક પ્રાત:કાળે સામાયિક લઈને એક ઘડીમાં પાછો
પૌષધ ગ્રહણ કરે તો કહ્યું કે નહીં? ઉત્તર સામાયિક લઈને સામાયિક પૂરું થયા સિવાય પણ જો કોઈ
પૌષધ ગ્રહણ કરે તો કહ્યું છે. (પા. ૩૯)(કહાનજી ગણી) ૩૮૫ પ્રશ્ર સ્થાપના કેટલી ઊંચી, નીચી અને તિરછી દૂર સ્થાપેલી ક્રિયા
શુદ્ધિના હેતુભૂત થાય? ઉત્તર મસ્તકથી ઊંચી, પગથી નીચી અને તિરછી દેખી ન શકાય
એમ સ્થાપેલી સ્થાપના ક્રિયા શુદ્ધિના હેતુભૂત થતી નથી એમ વૃદ્ધવાદ છે અર્થાત્ ઉચાઈમાં મસ્તકથી નીચી હોવી જોઈએ, નીચાઈમાં પગથી ઊંચી હોવી જોઈએ અને પોતાની બરોબર દૃષ્ટિ પહોંચે તેવી હોવી જોઈએ. કોઈ વખત ઘણી ઊંચી સ્થાપના સ્થાપેલી હોય ઘણી જ નીચી ભૂખ્યાદિકમાં ક્રિયા કરાતી દેખાય છે તે કારણિક જણાવી. (પા.
૪૧)(સુમતિવિજય ગણી) ૩૮૬ પ્રશ્ર સ્ત્રીરત્ન લોઢાના બનાવેલા પુરૂષને સ્પર્શ કરે તો તે ગળી
જાય તેનું શું કારણ? ઉત્તર
ઉત્કૃષ્ટ અતિશાયી કામવિકારની ઉત્પન્ન થયેલી પ્રબલ ઉષ્ણતા વિશેષને લીધે સ્ત્રીરત્નના સ્પર્શથી લોઢાના બનાવેલા પુરૂષનું
(૨૦૦૩)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org