________________
દેહિ મે દેવિ સાર” ઉચ્ચ સ્વરે બોલે છે આ પદ્ધતિ સર્વ સ્થળે જોવામાં આવે છે તેનું શું તાત્પર્ય છે પ્રથમથી જ ચારે શ્લોકોને
સર્વ સમુદાય ઉચ્ચ સ્વરે કેમ બોલતો નથી? ઉત્તર ઝંકારારાવસારા ત્યાંથી આરંભી દેહિ મે દેવિ સાર ત્યાં સુધી
પાક્ષિક વગેરે પ્રતિક્રમણમાં અતિઉચ્ચ સ્વરે શિષ્યાદિ સર્વ સમુદાયે બોલવું એવી પરંપરા છે આનું રહસ્ય શું છે એ વિશે સાંભળ્યું છે કે પૂર્વ કોઈ એક મિથ્યાદષ્ટિ વ્યંતર સાધુઓ વગેરેને હું ઉપદ્રવ કરીશ આવી બુદ્ધિથી ઉપાશ્રયમાં પ્રથમથી જ ભરાઈ રહ્યો હતો પણ તેવામાં ઝંકારારાવસા ઈત્યાદિ મહાપુરૂષોએ રચેલા શ્લોકપદને શ્રાવકોએ ઉચ્ચસ્વરે ભણાતું સાંભળતાં જ તે વ્યંતર અકસ્માત ભયભીત બની ગયો અને તે સ્થાનકેથી એકદમ નાસી જઈ બીજે સ્થળે ચાલ્યો ગયો. આવા કારણથી પદ ઉચ્ચ સ્વરે ભણવું એવી વૃદ્ધ પરંપરા છે મેં મારા ગુરૂ પાસેથી સાંભળ્યું છે અને તે અહીં જણાવ્યું છે. વળી ઝંકારારાવસારા' એ શ્લોક પદમાં ભ્રમર સમુદાયના ગુંજારવનું વર્ણન છે તેથી તે પદને એ પ્રમાણે ઉચ્ચ સ્વરે
ભણવું પણ ચારે શ્લોકો ઉચ્ચ સ્વરે ભણવા નહીં. ૪૭૩ પ્રશ્ન સાંવત્સરિક પ્રતિક્રમણના કાયોત્સર્ગમાં ૪૦ લોગસ્સ કહીને
છેવટે એક નમસ્કારમંત્ર ગણવામાં આવે છે અને પછી કાયોત્સર્ગ પારવામાં આવે છે આ પદ્ધતિ આપણા પોતાના ગચ્છમાં જોવામાં આવે છે પણ બીજા કેટલાક ગચ્છવાળા
છેવટે નમસ્કારમંત્ર ગણતા નથી તો આમાં શું પ્રમાણ છે.? ઉત્તર સાંવત્સરિક પ્રતિક્રમણમાં ૪૦ લોગસ્સ કહ્યા પછી એક નમસ્કાર
કહેવામાં આવે છે તે શા માટે? આના ઉત્તરમાં પ્રવચન સારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે સાંવત્સરિક પ્રતિક્રમણમાં એક
૨૨૭)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org