________________
તેમાં રહેવું વ્યાજબી નથી કેમ કે દેવદ્રવ્યના ભોગ વગેરેમાં
નિ:શક્તાનો પ્રસંગ થઈ જાય. ૪૫૫ પ્રશ્ન જિનેશ્વર દેવને નમસ્કાર કર્યા પહેલાં ઘંટ વગાડાય કે નહીં? ઉત્તર અન્ય દ્રવ્યોથી પૂજા કર્યા પછી તુરત જ નાદપૂજારૂપ ઘંટ
વગાડાય છે એમ પૂજા કરનાર વૃદ્ધ શ્રાવકોની પરંપરા ચાલી આવી છે તેથી પૂજામાં કુલ વગેરે દ્રવ્યપૂજા કરી રહ્યા પછી તુરત ઘંટ વગાડાય છે અને ફક્ત ચૈત્યવંદન કરવા શ્રાવક આવ્યા હોય તો સાથીયો વગેરે દ્રવ્યપૂજા કરી ઘંટ વગાડાય છે એમ જણાય છે. બીજી રીતે ઘંટ વગાડવાનું થાય છે તે તો હર્ષાવેશને સૂચવનાર લોકપ્રવાહમાં પડી જાય છે પણ
પરંપરાનું અનુસરતું નથી. ૪૫૬ પ્રશ્ન શ્રાવકો દાતણ કરીને દેવપૂજા કરે કે એમને એમ? ઉત્તર સુવિ: પુનિવરસ્તોત્રે ગાયો શાસ્ત્ર વગેરેના વચનથી મુખ્ય
વૃત્તિએ દાતણ કરીને દેવપૂજા કરે પણ પોસહ ઉપવાસ વગેરે તપ કરવાની ઈચ્છાવાળા તો દાતણ કર્યા સિવાય પણ દેવપૂજા કરે કેમ કે પચ્ચકખાણનું બહુ ફળ છે એમ જણાય છે.
૩. પ્રશ્ન ચિંતામણિ જિનશાસનના શણગાર સમા અણગારવંદે શ્રુતજ્ઞાનોપાસના કરીને સ્વ અને પરના કલ્યાણાર્થે વિવિધ ગ્રંથોની રચના કરી છે તેમાં પ્રશ્નોત્તર પ્રકારની કૃતિઓ એ જ્ઞાનમાર્ગનાં વિચારોનું શાસ્ત્રોક્ત રીતે પ્રતિપાદન કરે છે. કવિ પંડિત વીરવિજયજીની કાવ્ય સૃષ્ટિ એમની બહુમુખી પ્રતિભાના દૃષ્ટાંતરૂપ સંસ્કૃત ભાષામાં રચાયેલો પ્રશ્નોત્તર ચિંતામણિ ગ્રંથ છે. આ ગ્રંથ એમની બહુશ્રુતતા અને વિદ્વતાના પ્રતીક સમાન છે. એમની ગુજરાતી
(૨૨)
૨૨૦ )
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org