________________
મિથ્યાતી પણ આચરે પાસત્કાદિક એમ /
આજીવિકા પૂજાદિકે ધરે લિંગ બહુ એમ સાહિતકર ૧૬// સંયમ રાખે લિંગ તે લિંગથી રહે સચેતા
લોચાદિક બહુ કલ્પના સ્વપર ધ્યાને હે હિતકર ૧૭// જે જે સાધન ધર્મના રુજુ પ્રાજ્ઞને યોગ |
વર્ષાકલ્પ આદિક કહ્યા લિંગ વિકલ્પ અનેક | હિતકર ૧૮ ઉપકરણ ચૌદ વલી કહ્યાં લિંગ વિકલ્પ અનેક |
એકાંતે મિથ્યાત છે હઠ બિન ધરો વિવેક | હિતકર II૧૯T જન મન રંજન લિંગ જે નિશ્ચય આતમ ધર્મ |
રત્નત્રયી નિર્મલ કરો જિમ નાશે વસુ કર્મ સાહિતકર ૨૦ાા
શ્રી કેશી ગોતમાય અધ્યયન ર૩ (પ્રશ્નોત્તર) ત્રણ લોકના લોકથી પૂજિત, સંબુદ્ધાત્મા, સર્વજ્ઞ ધર્મતીર્થકર, રાગષ વગેરેના વિજેતા અને સકળ કર્મ વિજેતા શ્રી પાર્શ્વનાથ નામના ત્રેવીસમાં તીર્થકર અરિહંત ભગવાન હતા. જ્ઞાન ચારિત્રમાં પારંગત શ્રી કેશીકુમાર શ્રમણ લોકપ્રદીપ શ્રી પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય હતા. ગ્રામાનું ગામ વિહાર કરતાં શ્રી કેશી શ્રમણ શિષ્યવૃંદ સાથે શ્રાવસ્તી નગરીના સીમાડે આવેલા તંદુલ ઉદ્યાનમાં પધાર્યા હતા. શ્રી તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના ગણધર ગૌતમસ્વામી જ્ઞાન ક્રિયામાં પારંગત પોતાના શિષ્યવૃંદ સાથે શ્રાવસ્તીનગરીના કૌષ્ટ્રક નામના ઉદ્યાનમાં પધાર્યા હતા.
તે બંને સ્વામીઓ ગુણવંત રક્ષક તપસ્વી અને સંયત એવા શિષ્યોને ચિંતા પેદા થઈ કે મહાવ્રતરૂપ ધર્મ કેવો છે? અને ધર્મ હેતુ હોઈ વેષ ધારણ વગેરે ક્રિયા કલાપની વ્યવસ્થા કેવી છે તેનો વિચાર થાય છે.
શ્રી કેશી શ્રમણ શ્રી ગૌતમને કહે છે કે હે મહાભાગ! હું તમોને પૂછવાની ઈચ્છા રાખું છું. ત્યારે શ્રી ગૌતમે શ્રી કેશીને કહ્યું કે હે ભતા
૧૧૮)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org