________________
દિવસના બહાર રહી શકતા નથી જેથી મનુષ્યો ગંગા અને સિંધુ નદીના કાંઠે બીલોમાં ભરાઈ રહે છે. રાત્રિના બહાર નીકળી ગંગા-સિંધુ નદીમાંથી માછલાં લઈ રેતીમાં દાટે છે અને આગલી રાત્રિનાં દાટેલા માછલા બહાર કાઢી ભક્ષણ કરે છે. સૂર્યના તાપથી રેતી બહુ તપે છે તે રેતીની ગરમીથી માછલાં બફાઈ જાય છે.
૭, પ્રશ્નોત્તરી ગ્રંથમાળા ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી રામચંદ્રસૂરીશ્વરજીના પરમ વિનયી શિષ્યરત્ન કર્મ સાહિત્યજ્ઞાતા પૂ. મુનિરાજશ્રી નરવાહનવિજયજીએ પ્રશ્નોત્તર ગ્રંથોના વિકાસમાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. કેટલાક પ્રશ્નોત્તર ગ્રંથો ચોક્કસ વિષયને સ્પર્શતા પ્રશ્નોથી પ્રગટ થયા છે. આ પ્રશ્નો જૈન દર્શનના અભ્યાસ વિષયક છે તેમાં જીવ વિચાર, નવતત્ત્વ, કર્મગ્રંથ ભા. ૧ થી ૩, દંડક, સત્તા પ્રકરણ, ઉદય સ્વામિત્વ, કર્મગ્રંથ-૪ ભા. ૧, કર્મગ્રંથ ૪ ભા. ૨, કર્મગ્રંથ-૫ ભા. ૧ એમ ૧૧ પ્રશ્નોત્તર ગ્રંથો પ્રગટ થયા છે. અહિંસા પાલનના મૂળભૂત સિદ્ધાંતને આત્મસાત્ કરવા માટે જીવ વિચાર ગ્રંથ છે તેમાં જીવોના પ્રકાર અને સ્વરૂપની વિશદ ચર્ચા કરવામાં આવી છે. વિશ્વની વ્યવસ્થાને જૈન ધર્મની દૃષ્ટિએ સમજવા માટે નવતત્ત્વના સિદ્ધાંત જાણવા યોગ્ય છે. એવા આ મૂલ્યવાન ગ્રંથના પ્રશ્નોત્તરરૂપે પ્રાપ્ત થાય છે. વળી જગતના જીવોની સમ-વિષમ-સુખદ-દુઃખદ પરિસ્થિતિ અને ચિત્ર-વિચિત્રતા જે જોવા મળે છે તેના પાયામાં જીવોના શુભાશુભ કર્મો છે એટલે કર્મવાદના રહસ્યને સમજવા માટે કર્મગ્રંથના પ્રશ્નોત્તરો પણ ખૂબ જ ઉપયોગી અને કર્મવાદના રહસ્યનું ઉદ્ઘાટન કરીને તેના પ્રત્યે શ્રદ્ધા દઢ કરે છે. આરાધક આત્માને માટે કર્મગ્રંથના વિચારોનું જ્ઞાન કર્મબંધથી અટકવા અને તેનો નાશ કરવા માટે શાસ્ત્રોક્ત માર્ગદર્શન પ્રાપ્ત કરવામાં આધારભૂત સાધન સમાન છે. પૂ. મુનિરાજશ્રીએ કુલ ૧૧ પ્રશ્નોત્તર ગ્રંથોની રચના કરીને જેના
૧૬૩)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org