________________
પુસ્તકનો અભ્યાસ કરવા ભલામણ છે. ૨૦૨ પ્રશ્ન વંદન કેવી રીતે થાય? ઉત્તર
વિશુદ્ધ પ્રકારના ચિત્તથી યુક્ત વચન વડે સ્તુતિ કરીને તથા
કાયા વડે પ્રણામ કરીને વંદન થાય છે. ૨૦૩ પ્રશ્ન કર્મ કોને કહેવાય? ઉત્તર અંજન ચૂર્ણથી પૂર્ણ ભરેલ ડાભડાની જેમ લોકને વિષે રહેલી
કાર્મણ વર્ગણાઓનાં પુદ્ગલોને દૂધ અને પાણીની જેમ અથવા લોહ (લોખંડ) અને અગ્નિની જેમ જીવ દ્વારા હેતુઓ વડે
આત્માની સાથે એકમેક કરાય છે તે કર્મ કહેવાય છે. ૨૦૪ પ્રશ્ન તે કર્મરૂપી છે કે અરૂપી? ઉત્તર એ કર્મોરૂપી એટલે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત હોય
૨૦૫ પ્રશ્ન કર્મરૂપી છે અને આત્મા અરૂપી છે તો અરૂપી એવા આત્માને
રૂપી કર્મનો સંયોગ કેવી રીતે થાય? ઉત્તર કર્મરૂપી હોવા છતાં વ્યવહારમાં જેમ કોઈ માણસે મદિરા
પી ઘેલી હોય તો તેની બુદ્ધિને અસર કરે છે અને જેમ કોઈ માણસે બ્રાહ્મી ખાધેલી હોય તેના સારા પરિણામ રૂપ મતિનો ક્ષયોપશમ ભાવ પેદા થવા રૂપ અસર કરે છે. તેમ કર્મરૂપી
હોવા છતાં અરૂપી એવા આત્માને પણ અસર રહે છે. ૨૦૬ પ્રશ્ન કર્મની આદિ કેમ ન ઘટે? ઉત્તર જો પ્રવાહની અપેક્ષાએ કર્મની આદિ હોય અર્થાત્ માનીએ
તો જીવો પહેલા કર્મરહિત હોય અને પછી કર્મનો સંયોગ થયો એમ માનવું પડે અને એમ માનીએ તો સિદ્ધનાં જીવોને
૧૬૫ )
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org