________________
ઉત્તર
ઉત્તર નવતત્વમાં શેય તત્વો બે છે. (૧) જીવ અને (૨) અજીવ. ૨૭૪ પ્રશ્ન નવતત્વોમાં ઉપાદેય તેવા કેટલા છે? કયા કયા? ઉત્તર નવતત્વોમાં ઉપાદેય તત્વો ત્રણ છે. સંવર, નિર્જરા, મોક્ષ. ૨૭૫ પ્રશ્ન નવતત્વોમાં હેય તત્વો કેટલા છે? કયા કયા?
નવતત્વોમાં હેય તત્વો ચાર છે. પુણ્ય, પાપ, આશ્રવ, બંધ. ૨૭૬ પ્રશ્ન લક્ષણ કોને કહેવાય? ઉત્તર વસ્તુ અથવા ગુણને વિષે રહેલો જે અસાધારણ ધર્મ છે તેને
લક્ષણ કહેવાય છે. ૨૭૭ પ્રશ્ર લક્ષણ સલક્ષણ ક્યારે કહેવાય? ઉત્તર લક્ષણ અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ તથા અસંભવ એ ત્રણ
દોષરહિત હોય તે સદ્ધક્ષણ કહેવાય. ૨૭૮પ્રશ્ન અવ્યાપ્તિદોષ કોને કહેવાય? ઉત્તર જે વસ્તુનું લક્ષણ અભિપ્રેત હોય તે વસ્તુનાં અમુક અંશમાં ન
રહેવું તે અવ્યાપ્તિ કહેવાય. જેમ ગાયનું કપિલત્વ. ૨૭૯ પ્રશ્ન અતિવ્યાપ્તિદોષ કોને કહેવાય? ઉત્તર જે વસ્તુનું લક્ષણ અભિપ્રેત હોય તે વસ્તુ કરતાં અધિકમાં
લક્ષણ રહે તે અતિવ્યાપ્તિ લક્ષણ કહેવાય. જેમ કે ગાયનું
ઇંગિત્વ આ અતિવ્યાપ્તિથી દુષ્ટ છે. ૨૮૦ પ્રશ્ન ચારિત્ર કોને કહેવાય? ઉત્તર જ્ઞાનાદિ ગુણોમાં રમણતા કરવી તે ચારિત્ર કહેવાય. ૨૮૧ પ્રશ્ન તપ કોને કહેવાય? ઉત્તર ઈચ્છાનો અભાવ તે તપ કહેવાય અથવા ઈચ્છાનિષેધ
૧૮૧ )
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org