________________
ઉત્તર તપ એટલે ઈચ્છા વિરોધ કરવો તે તપધર્મ કહેવાય છે. ૩૨૨ પ્રશ્ન સામાયિક ચારિત્ર કોને કહેવાય? ઉત્તર જેના વડે જ્ઞાન- દર્શન - ચારિત્રનો લાભ થાય અર્થાત્ સામાયિક
એટલે સર્વસાવદ્ય વ્યાપારના ત્યાગરૂપ સર્વવિરતિ ચારિત્ર કહેવાય
છે.
ઉત્તર
૩૨૩ પ્રશ્ન પુરૂષ સ્ત્રીનો આહાર કેટલા કવલનો શાસ્ત્રમાં કહ્યો છે?
શાસ્ત્રોમાં પુરૂષનો બત્રીસ (કોળીયા) કવલનો આહાર કહેલ છે તથા સ્ત્રીઓના અઠ્ઠાવીશ (કોળીયા) કવલનો આહાર
કહેલ છે. ૩૨૪ પ્રશ્ન વૃત્તિ સંક્ષેપ તપ કેટલા પ્રકારે હોય? કયા? ઉત્તર ચાર પ્રકારે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવવૃત્તિઓ. ૩૨૫ પ્રશ્ન દ્રવ્યાદિ ચારેય વૃત્તિ સંક્ષેપ કોને કહેવાય? ઉત્તર તે આ પ્રમાણે - દ્રવ્યથી અમુક પદાર્થો આટલા પ્રમાણવાળા
જ વાપરવાં એવો વિચાર કરવો તે. ક્ષેત્રથી - અમુક સ્થળે હોઉ તો વાપરવાં કાળથી- અમુક કાળમાં અમુક વખતે દિવસે યા રાત્રીએ વાપરવાં તે ભાવથી – પદાર્થો ઉપરથી લોલુપતા ઢળી હોય તેવા પદાર્થો વાપરવાં લોલુપતાવાળા પદાર્થો નહિ.
ઈત્યાદિ અભિગ્રહો ગ્રહણ કરવા તેને વૃત્તિ સંક્ષેપ કહે છે. ૩ર૬ પ્રશ્ન જ્ઞાન વિનય કોને કહેવાય? ઉત્તર પાંચ પ્રકારના જ્ઞાનનું વિશેષે કરી બહુમાન કરવું અને તેની
શ્રદ્ધા કરવી તથા શ્રુતજ્ઞાનમાં કાલે-વિનયે-બહુમાણે-ઈત્યાદિ ગાથામાં કહેવા મુજબ આઠ પ્રકારનો જ્ઞાનાચાર પાળવો તે જ્ઞાનવિનય કહેવાય.
(૧૮)
૧૮૮ )
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org