________________
ઉત્તર
૩૫૮ પ્રશ્ર આત્મા “કર્મ બાંધે છે એટલે શું કરે છે? ઉત્તર કાર્મણ વર્ગણામાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભાવો
ઉત્પન્ન કરે છે અને જેમ દૂધ-પાણી તથા લોઢું અને અગ્નિ એકમેક થાય તેમ આત્મા સાથે કાર્મણવર્ગણા એકમેક થાય
તેને કર્મ બાંધે છે – એમ કહેવાય છે. ૩૫૯ પ્રશ્ર પ્રકૃતિ-સ્થિતિ આદિ ચારેનો અર્થ શું?
(૧) જ્ઞાન દર્શન આદિ ગુણોનું ઢાંકવાનું નક્કી થવું તે પ્રકૃતિબંધ અર્થાત્ સ્વભાવનું નક્કી થયું તે પ્રકૃતિબંધ. (૨) બંધાયેલા કર્મોમાં કાળ-માનનું નક્કી થવું તે સ્થિતિબંધ. (૩) બંધાયેલા કર્મોમાં તીવ્ર-મંદતાની શક્તિનું નક્કી થવું તે રસબંધ. (૪) બંધાતા કર્મોમાં દલ-સંચયનું નક્કી થવું તે
પ્રદેશબંધ. ૩૬૦ પ્રશ્ન શું બંધાયેલા કર્મો અવશ્ય ભોગવવાં જ પડે? ઉત્તર રસોદયથી ભોગવવા જ પડે એવો નિયમ નથી પરંતુ
પ્રદેશોદયથી અવશ્ય ભોગવવાં જ પડે છે. પ્રદેશોદય આત્માને
વિઘાતક બનતો નથી. ૩૬૧ પ્રશ્ન શું કર્મો બાંધ્યા પછી તેમાં ફેરફાર થાય? ઉત્તર હા, શુભનું અશુભમાં અને અશુભનું શુભમાં સંક્રમણ સ્થિતિ
રસની અપેક્ષાએ નાનું મોટું અને મોટાનું નાનું તે ઉદ્વર્તના, અપવર્તના-બળાત્કારે વહેલું ઉદયમાં લાવવું તે ઉદીરણા તીવ્રનું મંદ કરવું તે ક્ષયોપશમ, એમ અનેક ફેરફારો થઈ શકે. ફક્ત નિકાચિત કર્મમાં ફેરફાર થઈ શકતો નથી પરંતુ
(૧૯)
૧૯૭)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org