________________
પણ કર્મનો સંયોગ થાય તે નથી માટે કર્મની આદિ નથી
અનાદિ છે. ૨૦૭ પ્રશ્ન અનાદિ કર્મનો સંયોગ છે તો તેનો વિયોગ કેવી રીતે થઈ
શકે ? ઉત્તર અનાદિ સંયોગોને પણ વિયોગ દેખાય છે. ખાણમાંથી નીકળેલા
સોનાની માફક જેમ ખાણમાં રહેલું સોનું અનાદિથી માટીના સંયોગવાળું હોય છે તો તેને તેવા પ્રકારની સામગ્રીથી માટી દૂર કરી સોનું જુદું પાડી શકાય છે તેમ જીવ અને કર્મનો સંગોય અનાદિ હોવા છતાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ધ્યાનરૂપી અગ્નિ વડે અનાદિ કર્મનો વિયોગ પણ સિદ્ધ થાય
છે.
૨૦૮ પ્રશ્ર પ્રતિબંધ કોને કહેવાય? ઉત્તર પ્રકૃતિ એટલે સ્વભાવ, સ્થિતિ, રસ અને પ્રદેશોનો જે સમુદાય
તે પ્રકૃતિ બંધ કહેવાય છે અને તે પ્રદેશોનો સમુદાય જ્ઞાન, દર્શન આદિને આવરવાનો જે સ્વભાવ તે પ્રકૃતિબંધ કહેવાય
છે. ૨૦૯ પ્રશ્ર સ્થિતિબંધ કોને કહેવાય? ઉત્તર અધ્યવસાય વિશેષથી ગ્રહણ કરાયેલા કર્મ દલીકોની આત્માની
સાથેનો જે કાળ નિયમ (એટલે કેટલા કાળ સુધી રહેવું)
નક્કી કરવું તે સ્થિતિબંધ કહેવાય છે. ર૧૦ પ્રશ્ર રસબંધ કોને કહેવાય? ઉત્તર કર્મ પુદ્ગલોને વિશે શુભપણું અથવા અશુભપણું અથવા ઘાતી
તથા અઘાતીપણાનું જે નક્કી કરવું તે રસબંધ કહેવાય છે.
૧૬૬)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org