________________
૨૨૯ પ્રશ્ન દર્શનાવરણીય કર્મ કોના જેવું છે? ઉત્તર દર્શનાવરણીય કર્મ દ્વારપાલ (પહેરેગીર) જેવું હોય છે. જેમ
કોઈ માણસને રાજાના દર્શન કરવા હોય અને પહેરેગીર (પળીયો) જવા ન દે તો રાજાના દર્શન થતા નથી તેમ આંખ વગેરે બધું સારામાં સારું હોવા છતાં દર્શનાવરણીય કર્મ (તેનો ગાઢ ઉદય ચાલતો હોય) તેને દેખવા વગેરેમાં અંતરાય
કરનારૂં હોય છે. ૨૩૦ પ્રશ્ન વેદનીય કર્મ કોના જેવું છે? ઉત્તર વેદનીય કર્મ તલવારની ધાર પર ચોંટેલા મધ જેવું હોય છે.
જેમ તલવારની ધાર પર ચોંટેલા મધને ચાટવાથી જીવને મધુર સ્વાદનો આનંદ થાય છે પણ સાથે જ ધારના કારણે જીભ છેદાય તેની વેદના પણ થાય છે એના જેવું વેદનીય
કર્મ હોય છે. ૨૩૧ પ્રશ્ર શાતા વેદનીય કર્મ કોને કહેવાય?
જેમ તલવારની ધારને ચાટવાથી જેમ જીવને સુખનો અનુભવ થાય છે એમ શાતા વેદનીય કર્મના ઉદયથી જીવોને સુખનો
અનુભવ થાય છે. ૨૩૨ પ્રશ્ન અશાતા વેદનીય કર્મ કોને કહેવાય? ઉત્તર જેમ તલવારની ધારને ચાટતાં જીભ છેદાય છે અને દુઃખનો
અનુભવ થાય છે તેમ આ કર્મના ઉદયથી જીવોને દુઃખનું
વેદન થાય તે અશાતા વેદનીય કર્મ કહેવાય છે. ૨૩૩ પ્રશ્ન મોહનીય કર્મ કોના જેવું હોય છે? શાથી?
ઉત્તર
૧૭૧)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org