________________
વિભાગ - ૨
૧. તાત્વિક પ્રશ્નોત્તર આગમોદ્ધારક આચાર્ય દેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજીએ ૧૫૦૦ જેટલા પ્રશ્નોનો ઉકેલ પ્રશ્નોત્તર રૂપે પ્રૌઢ સંસ્કૃત ભાષામાં રચેલ છે. તેનો ગુજરાતીમાં અનુવાદ-વિવરણ પૂ. આચાર્યશ્રી માણિક્યસાગરસૂરિએ કરેલ છે. તેને ગ્રંથરૂપે પ્રગટ કરવામાં આવે છે.
પ્રથમ વિભાગમાં કુલ ૭૭ પ્રશ્નોત્તરોનો સંચય થયો છે. પૂ. શ્રીએ મૂળ સંસ્કૃત ભાષામાં પ્રશ્ન-ઉત્તરની નોંધ પછી ગુજરાતીમાં અનુવાદઅવતરણ-વિવેચન-શાસ્ત્રીય આધારનો મૂળપાઠ વગેરેનો ઉત્તરમાં સમાવેશ કર્યો છે. વળી આ વિવેચનમાં શંકા-સમાધાનને આધારે પણ ઉત્તરની વિશેષતા દર્શાવી છે. આ શૈલીના પ્રયોગથી પ્રશ્નોત્તરની રચના સરળને સુગ્રાહ્ય બની છે. અન્ય પ્રશ્નોત્તર ગ્રંથોની તુલનામાં તાત્ત્વિક પ્રશ્નોત્તરની રચના પૂ. શ્રીની આગવી શૈલી અને શાસ્ત્રીય શંકાના સમાધાનની વિશિષ્ટતા પ્રગટ કરે છે. આ ગ્રંથ સહૃદયી જ્ઞાન પિપાસુ વર્ગને વધુ ઉપકારક છે. તેમ છતાં પ્રશ્નોત્તર દ્વારા તત્વજ્ઞાનનો સ્પષ્ટતા થાય છે તે દૃષ્ટિએ તેની ઉપયોગીતા-મૂલ્ય ઘણું ઉચું છે. આ ગ્રંથને આધારે પૂ. સાગરાનંદ સૂરીશ્વરજીનો તલસ્પર્શી શાસ્ત્રીય અભ્યાસ અને ઉચ્ચ કોટીની શ્રુતજ્ઞાનોપાસનાનો પ્રત્યક્ષ પરિચય થાય છે.
જેનદર્શનના ગહન અને દુર્બોધ વિચારોને લોકભોગ્ય બનાવવાનો એમનો પુરૂષાર્થ પ્રશસ્ય છે. આ ગ્રંથમાના કેટલાક પસંદ કરેલા પ્રશ્નો અત્રે ઉદાહરણરૂપે નોંધવામાં આવે છે તે ઉપરથી શૈલી અને વિચારોનો પરિચય પ્રાપ્ત થયો. ૧૨૬ પ્રશ્ન સમ્યગુદષ્ટિઓનું સંશય આદિરૂપ જ્ઞાન તે સમ્યગુજ્ઞાન કે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org