________________
ઉત્તર
૧૮૩ પ્રશ્ન
ઉત્તર
૧૮૪ પ્રશ્ન
ઉત્તર
૧૮૫ પ્રશ્ન
ઉત્તર
૧૮૬ પ્રશ્ન ઉત્તર
નરક ગતિમાં દુર્ગંધ ઘણી જ હોય છે જેમ કે મરેલી ગાયોના ક્લેવરો સડતા હોય, મરેલા ઘોડાઓના ક્લેવો સડતા હોય, મરેલા બિલાડીઓના ક્લેવરો સડતાં હોય, મરેલા હાથીઓના ક્લેવરો સડતાં હોય, મરેલા સિંહોના ક્લેવરો સડતાં હોય, મરેલા વાઘના ક્લેવો સડતા હોય, મરેલા ચિત્તાઓના ક્લેવરો સડતાં હોય આવા અનેક પ્રકારના સડતા જાનવરોના ક્લેવરોની દુર્ગંધ ફેલાઈ ઉઠે તેના કરતાં અતિભયંકર દુર્ગંધ દરેક નરકા વાસોમાં રહેલી છે.
સમૂર્છિમ જીવો કોને કહેવાય છે?
જે જીવો ગર્ભ વિના સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય તે સમૂર્છિમ જીવો કહેવાય છે.
સ્વકાય સ્થિતિ કોને કહેવાય?
જે જીવો જેમાં ઉત્પન્ન થાય છે તેમાંને તેમાં એટલે તેને તે કાયામાં કેટલા કાળ સુધી ઉત્પન્ન થયા કરવું તેનો જે વિચાર કરવો તે સ્વકાય સ્થિતિ કહેવાય છે.
દેવતા તથા નારકીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સામાન્યથી કેટલું હોય છે ?
દેવતા તથા નારકીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સામાન્યથી ૩૩ (તેત્રીસ) સાગરોપમનું હોય છે.
ન ભમવું હોય તો જીવે શું શું કરવું જોઈએ?
દશ દૃષ્ટાંતે દુર્લભ એવા મનુષ્યભવને પામીને સમ્યગ્દર્શનરૂપી ચિંતામણિ રત્નને પામીને (મેળવીને) ધર્મને વિશે સારી રીતે ઉદ્યમ કરવો જોઈએ.
Jain Education International 2010_03
૧૫૯
For Private & Personal Use Only
www.jainelibrary.org