________________
૧૬૩ પ્રશ્ન ઉત્તર
દ્વારા જાણી શકાતું નથી. પરંતુ આકાર દ્વારા જ જાણી શકાય છે. સિંહ કે વાઘનું નામ જાણી જંગલમાં જાય તેટલા માત્રથી સિંહ કે વાઘને ઓળખી શકે નહિં. તેનું નામ જાણવા ઉપરાંત તેના આકારનું પણ જ્ઞાન થયું હશે તો જ તે સિંહ કે વાઘને તુરત જ ઓળખી શકશે. એ કારણે અનુપસ્થિતિ વસ્તુનો બોધ કરાવવા માટે એકલું નામ સમર્થ થઈ શકતું નથી. વળી આકૃતિ જાણી હોય અને નામ ન જાણ્યું હોય તો તે વસ્તુનો બોધ થવો સર્વથા અશક્ય છે માટે બોધકશક્તિ નામ કરતાં આકારમાં વિશેષ છે. જડને ચેતનની ઉપમા આપી શકાય? વસ્તુના ધર્મ અનંત છે. પ્રત્યેક ધર્મને કારણે વસ્તુએ વસ્તુએ જુદી જુદી ઉપમાઓ આપી શકાય છે. એક લાકડી ઉપર બાળક સવારી કરે ત્યારે લાકડી જડ હોવા છતાં તેને ચેતન એવા ઘોડાની ઉપમા અપાય છે. પુસ્તક અચેતન હોવા છતાં તેને જ્ઞાન કે વિદ્યાની ઉપમા અપાય છે. એ રીતે સમ્યક જ્ઞાન તથા ધર્મ આત્મિક વસ્તુ હોવા છતાં તેને જડ એવા કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્નની ઉપમા અપાય છે. વસ્તુના અનંત ધર્મમાંથી કોઈ પણ ધર્મ લઈ તેના વડે જે જે પ્રકારનું કાર્ય સાધી શકાય તે તે પ્રકારની ઉપમાઓ આપવાનો વ્યવહાર જગપ્રસિદ્ધ છે. પરમાત્માની મૂર્તિથી પરમાત્માનું જ્ઞાન થાય છે તેથી તે મૂર્તિને પણ પરમાત્મા કહી શકાય છે. પાંચસો રૂપિયાની હુંડી કે નોટને લોકો પાંચસો રૂપિયા જ કહે છે. વાસ્તવિક રીતે જોતાં રૂપિયા એ તો ચાંદીના ટુકડા છે અને નોટ - હુંડી એ તો કાગળ અને શાહી સ્વરૂપ છે. પરંતુ બંનેથી કામ એકસરખું
૧૫૦.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org