________________
કરેમિભંતે સૂત્ર સંભળાવે છે કે તુરત જ લોકો તેને સાધુ માની વંદના કરે છે. જો કે તે વખતે તે નવદીક્ષિત સાધુમાં સાધુના સત્તાવીશ ગુણ પ્રગટી નીકળેલાજ હોય તેવો નિયમ નથી છતાં તે ગુણોનું તેનામાં આરોપણ કરીને તેને વંદના થાય છે તેમ મૂર્તિ પણ ગુણારોપણ બાદ પ્રભુતુલ્ય વંદનીય બને છે તથા લોકો તેને વાંદે, પૂજે અને નમસ્કારાદિ કરે તે
તદ્દન વ્યાજબી છે. ૧૬૬ પ્રશ્ન જડ પ્રતિમા મોક્ષદાયક શી રીતે બને છે? ઉત્તર શાસ્ત્રો કે જે શાહી અને કાગળરૂપે હોવાથી જડ છે છતાં તે
મોક્ષને આપનારા છે એમ સૌ કોઈ સ્વીકારે છે. તો પછી પરમેશ્વરની મૂર્તિ પણ તેનું આરાધન કરનારને મોક્ષનું સુખ કેમ ન આપે? શાસ્ત્રોએ ભગવાનનાં વચનોની પ્રતિમા છે અને મૂર્તિઓ ભગવાનના આકારની પ્રતિમા છે વચનોની પ્રતિમાથી જેમ જ્ઞાન થાય તેમ આકારની પ્રતિમાથી પણ
ભવ્યાત્માઓને ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થાય છે. ૧૬૭ પ્રશ્ર પ્રતિમા અજીવ છે તો તેને કેમ પૂજાય? ઉત્તર જે દ્રવ્ય પૂજનિક હો છે તે સજીવ કે અજીવ હોય તો પણ
પૂજનીય છે જ. દક્ષિણાવર્ત શંખ, કામકુંભ, ચિંતામણિ, રત્ન ચિત્રાવલી વગેરે પદાર્થો અજીવ અને જડ હોવા છતાં લોકમાં પૂજાય છે જ અને તેમને પૂજનારાઓના મનનું ધાર્યું સિદ્ધ થાય છે જેમ એ અજીવ વસ્તુઓ પોતાના સ્વભાવથી પૂજનારાઓનું હિત કરે છે તેમ શ્રી જિનપ્રતિમા પણ પૂજનીય આત્માઓને
સ્વભાવથી જ શુભ ફળ આપે છે. ૧૬૮ પ્રશ્ન મૂર્તિમાં શું વીતરાગના ગુણો છે?
૧૫ર)
ઉપર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org