________________
૬૪ પ્રશ્ન
ઉત્તર
રહીને અનુત્તર-અનુપમ એવા અનેક પ્રકારના શબ્દો બોલતી ઉભી રહે છે. ત્યારબાદ તે દેવો તે અપ્સરાઓની સાથે શબ્દપરિચાર કરે છે, બાકી બધું તેમ જ જાણવું. તેમાં જે મનપરિચારક દેવો છે તેના મનમાં વિચાર કરે છે એટલે જલદી તે અપ્સરાઓ ત્યાં આવી અનુત્તર-કામપ્રધાન અનેક પ્રકારના સંકલ્પો કરતી કરતી ઉભી રહે છે. ત્યારપછી તે દેવો તે અપ્સરાઓની સાથે મન વડે વિષયસેવન કરે છે, બાકી બધું તેમ જ જાણવું. હે ભગવન્! કાયપરિચારક-શરીર વડે મૈથુનસેવી, યાવત્ મન વડે વિષય સેવનારા અને અપરિચારક-વિષય સેવનરહિત તે દેવોમાં કયા દેવો અલ્પ, બહુતુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા દેવો વિષયસેવન રહિત છે. તેથી મન વડે વિષય સેવી દેવો સંખ્યાતગુણા છે, તેથી શબ્દ વડે વિષયસેવી અસંખ્યાતગુણા છે, તેથી રૂપ વડે વિષયસેવી અસંખ્યાતગુણા છે, તેથી સ્પર્શ વડે વિષય સેવનારા અસંખ્યાતગુણા છે, અને તેથી કાયા વડે વિષય સેવનારા અસંખ્યાતગુણા છે. શીત આદિ વેદન, દ્રવ્ય આદિને આશ્રયી વેદના, શારીરિક વેદના, સાતા અને દુઃખ વેદના તથા આભુપગમિકી અને
પક્રમિકી વેદના અને નિંદા અને અનિંદા વેદના જાણવી. બધા જીવો સાતા અને અસાતા, સુખ, દુ:ખા અને અદુઃખસુખા રૂપ વેદના વેદે છે. વિકલેન્દ્રિયો-મનરહિત વેદના વેદે છે અને બાકીના જીવો અને બંને પ્રકારની શારીરિક અને માનસિક વેદના વેદે છે.
૬૫ પ્રશ્ન
.
(૬૬)
૬૬
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org