________________
વૈષ વગેરેના વિજેતા અને સકળ કર્મ વિજેતા શ્રી પાર્શ્વનાથ નામના ત્રેવીસમાં તીર્થકર અરિહંત ભગવાન હતા.
જ્ઞાન-ચારિત્રમાં પારંગત, શ્રી કેશી નામના કુમારશ્રમણ, લોકપ્રદીપ શ્રી પાર્શ્વનાથ પ્રભુના તે મહાયશસ્વી શિષ્ય-સંતાનય શિષ્ય તરીકે હતા. તે શ્રી કેશકુમારશ્રમણ મતિ-શ્રુત-અવધિજ્ઞાનથી જ્ઞાની બનેલા, શિષ્યોના સંઘથી પરિવરેલા અને ગ્રામાનુગ્રામ વિહાર કરતા, શ્રાવસ્તીનગરીના સીમાડામાં રહેલ તંદુલ નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં તેઓશ્રી સ્વાભાવિક કે આગંતુક જંતુરહિતશુદ્ધ જગ્યા-શિલાફલક વગેરેવાળા બગીચામાં નિવાસ કરી રહ્યા છે. - હવે તે જ કાળમાં રાગ વગેરેના વિજેતા ધર્મતીર્થકર ભગવાન શ્રી વર્ધમાન નામે સર્વ લોકમાં પ્રસિદ્ધ છે. તે લોકપ્રદીપ શ્રી વર્ધમાનસ્વામીના જ્ઞાન-ક્રિયામાં પારંગત અને મહાયશસ્વી શ્રી ગૌતમ નામના શિષ્ય હતા. તે શ્રી ગૌતમસ્વામી પણ બાર અંગના જાણકાર, જ્ઞાની, શિષ્ય-સમુદાયથી પરિવરેલા ગ્રામાનુગ્રામ વિહાર કરતા શ્રાવસ્તીનગરીમાં પધાર્યા. તે નગરીની પર્યતભૂમિમાં ક્રોપ્ટક નામનું ઉદ્યાન હતું. શુદ્ધ શવ્યા-સંસ્તારકવાળા તે ઉદ્યાનમાં તેઓશ્રી આવી વસ્યા હતા.
શ્રી કેશીકુમાર શ્રમણ અને મહાયશ શ્રી ગૌતમસ્વામી ત્યાં બંને ઉદ્યાનમાં મન-વચન-કાયગુપ્તિથી ગુપ્ત અને સારી સમાધિવાળા વિતરણ કરે છે.
તે બંને સ્વામીઓના ગુણવંત, રક્ષક, તપસ્વી અને સંયત-એવા શિષ્યોને નીચે કહેવાતી ચિંતા પેદા થઈ.
શ્રી ગૌતમસ્વામીના પક્ષમાં મહાવ્રતરૂપ ધર્મ કેવો છે? અને ધર્મહતુ હોઈ વેષ ધારણ વગેરે ક્રિયાકલાપની વ્યવસ્થા કેવી છે? એવો શ્રી કેશીપક્ષીય શિષ્યોને વિચાર થાય છે.
જ્યારે શ્રી કુમારશ્રમણ કેશીના પક્ષમાં મહાવ્રતરૂપ ધર્મ કેવો છે?
(૭૬)
૭૬)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org