________________
(૭)
એટલે પરહિતના કાર્યો કરવાવાળાઓનાં મંડળમાં એકેય ખરાબ તત્વ હોતું નથી, જ્યારે બુરા એટલે પરહિતનાશક માનવોના મંડળમાં એકેય સારૂં તત્વ હોતું નથી. રચાતા પ્રત્યેક મંડળની વ્યવસ્થા માટે ઘડાયેલા કાયદાઓ પ્રત્યે તેમના મેમ્બરોને માયા પણ હોય છે, જેથી પોતાના કાયદાઓથી વિપરીત ચાલનારા સ્વજનોને પણ મારી નાખતાં ચોરને દયા આવતી નથી. સમજવું સરળ બનશે કે, પાપી માણસ જ પોતાના પાપ પ્રત્યે શંકાશીલ હોવાથી સામેવાળાને શત્રુ માનવાની ઉતાવળ કરતાં વાર લાગતી નથી, તેના કારણે વચ્ચે આવનારા સ્વજનોને પણ યમનું ઘર દેખાડી દે છે. ગૃહસન્ધિ – અર્થાત્ પારકાના ઘરોની ભીંત, વાડ, ફાટક આદિને તેવી રીતે તોડી મારે છે, જેથી ગમે ત્યારે પણ તેના ઘરમાં, ખેતરમાં કે વાડીમાં પ્રવેશ કરી સામેવાળાની ચોરી કરી શકે. અથવા વિશ્વાસુએ તેને ત્યાં ધન, ધાન્ય કે આભૂષણો મૂક્યા હોય, તેમાં તેવી રીતે ગોટાળો કરશે જેથી તેની બધીય માલમત્તા ચોરના ગજવામાં આવી શકે. ભેળસેળ, વ્યાજ કે વ્યાપારના ગોટાળાઓ કરીને સામેવાળાનો વિશ્વાસઘાત કરવામાં પણ તેઓ હોંશિયાર હોય છે. ધર્મસંજ્ઞા કે સમ્યગૂજ્ઞાનની સંજ્ઞા મુદ્દલ તેમનામાં ન હોવાના કારણે ચોરી કરવી પાપ છે આ શબ્દો પણ સાંભળવા માટે તેઓ તૈયાર નથી. સારાંશ કે ચોર્યકર્મને તેઓ છોડી શકતા નથી. માટે જ આખી જીંદગીમાં ચોરી કરવાના સાધનો, સહાયકો વગેરેને મેળવતાં રહે છે. કોણ શ્રીમંત છે? માલમત્તા ક્યાં મૂકે છે? તિજોરીની ચાવીઓ ક્યાં રાખે છે? તેમની ઊંઘ કેવી છે? મધ્યરાત ક્યારે થશે? આવા વિચારોમાં
૪૬)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org