________________
૪. પણવણા (પ્રજ્ઞાપના) સૂત્ર જે પ્રકર્ષ વડે યથાવસ્થિત રૂપે પદાર્થ જણાવે તે પણ વણા' એમ આનો જે વ્યુત્પત્તિ-અર્થ છે તે આ ઉવંગને અનુરૂપ છે. જેમ બધાં અંગોમાં વિયાહ૦ સૌથી મોટું અંગ છે તેમ બધા ઉજંગોમાં આ સૌથી મોટું (૭૭૮૭
શ્લોકપ્રમાણક) છે. આ ઉવંગના પ્રારંભમાં અપાયેલા ચોથા પદ્યમાં આના કર્તા આર્ય શ્યામ છે એ હકીકત છે. ત્રીજા પદ્યમાં એમને વાચક વંશમાં (એટલે કે સુધર્મસ્વામીથી) ત્રેવીસમા અને પૂર્વશ્રુત વડે સમૃદ્ધ બુદ્ધિવાળા કહ્યા છે. પાંચમાં પદ્યમાં આ ઉવંગને “અઝયણ' કહી એને વિચિત્ર અર્થાધિકારથીયુક્ત હોવાથી) ચિત્ર, શ્રતરત્ન અને દિઢ઼િવાયના સારરૂપ કહ્યું છે. ત્રીજાં અને ચોથું પદ્ય પ્રક્ષિપ્ત છે, કેમ કે એમાં આર્ય શ્યામને નમસ્કાર કરાયો છે. આથી એ ન ગણતાં ૪-૭ પદ્યમાં આ ઉવંગના છત્રીસ વિષયોનો નિર્દેશ છે. આને લગતા સંસ્કૃત નામો નીચે મુજબ છે : (૧) પ્રજ્ઞાપના, (૨) સ્થાન, (૩) બહુવક્તવ્ય (અલ્પબદુત્વ), (૪) સ્થિતિ, (૫) વિશેષ (પર્યાય), (૬) વ્યુત્કાન્તિ (ઉપપાતાવર્તના), (૭) ઉચ્છવાસ, (૮) સંજ્ઞા, (૯) યોનિ, (૧૦) ચરમ, (૧૧) ભાષા, (૧૨) શરીર, (૧૩) પરિણામ, (૧૪) કષાય, (૧૫) ઈન્દ્રિય, (૧૬) પ્રયોગ, (૧૭) લેશ્યા, (૧૮) કાયસ્થિતિ, (૧૯) સમ્યકત્વ, (૨૦) અન્તક્રિયા, (૨૧) અવગાહના (સંસ્થાન), (૨૨) ક્રિયા, (૨૩) કર્મ, (૨૪) બધેક (કર્મ), (૨૫) વેદક (કર્મ), (૨૬) વેદબન્ધક, (૨૭) વેદવેદક, (૨૮) આહાર, (૨૯) ઉપયોગ, (૩૦) પશ્યત્તા, (૩૧) સંજ્ઞા (પરિણામ), (૩૨) સંયમ, (૩૩) અવધિ (જ્ઞાનપરિણામ), (૩૪) પ્રવિચારણા, (૩૫) વેદના અને (૩૬) સમુધાત.
આ દરેક વિષય ઉપર નાનકડો નિબંધ જાણે ન હોય તેમ એ અહીં ચર્ચાયો છે. એથી તો આ ઉવંગને આપણે જેને દર્શનનો સંક્ષિપ્ત વિશ્વકોશ (encyclopaedia) કહી શકીએ. પ્રત્યેક વિષયને અને એને લગતા વિભાગને પણ “પય” (પદ) કહ્યું છે. કેટલીક વાર પયના ઉદ્દેસઅ' રૂપ
( ૫૪
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org