________________
૫૦ પ્રશ્ર ઉત્તર
૫૧ પ્રશ્ન ઉત્તર
હે ભગવન! કેટલા કષાયો કહ્યાં છે? હે ગૌતમ! ચાર. ક્રોધકષાય, માનકષાય, માયાકષાય, લોભકષાય. નરયિકોને કેટલા કષાયો કહ્યાં છે? હે ગૌતમ! ચાર. ક્રોધકષાય, યાવત્ લોભકષાય. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. હે ભગવન! ક્રોધ કેટલાં સ્થાનોને વિષે રહેલો છે? હે ગૌતમ! ચાર સ્થાનોને વિશે. આત્મપ્રતિષ્ઠિત, પપ્રતિષ્ઠિત, તદુભય પ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત. એ પ્રમાણે નૈરયિકોને યાવતુ વૈમાનિકોને દંડક કહેવો. એમ માન, માયા અને લોભને આશ્રયી દંડક કહેવો. કેટલાં સ્થાનોએ ક્રોધની ઉત્પત્તિ થાય છે? ચાર સ્થાનોએ. ક્ષેત્રને આશ્રયી, વસ્તુને આશ્રયી, શરીરને આશ્રયી અને ઉપધિને આશ્રયી. એ પ્રમાણે નરયિકોથી માંડી વૈમાનિક સુધી જાણવું. એમ માન, માયા અને લોભને આશ્રયી દંડક કહેવો. હે ભગવન! ક્રોધ કેટલા પ્રકારનો કહ્યો છે.? હે ગૌતમ! ચાર પ્રકારનો ક્રોધ કહ્યો છે. તે આ પ્રમાણે ૧અનંતાનુબંધી ક્રોધ, ૨.-અપ્રત્યાખ્યાનક્રોધ, ૩.પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, ૪-સંજવલન ક્રોધ. એ પ્રમાણે નરયિકોને યાવતુ-વૈમાનિકોને કહેવું. એમ માન, માયા અને લોભ સંબંધે જાણવું. એ ચાર દંડકો કહ્યા. હે ભગવન! કેટલા પ્રકારનો ક્રોધ કહ્યો છે.? હે ગૌતમ! ચાર પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે - આભોગનિર્વર્તિત, અનાભોગનિવર્તિત, ઉપશાન્ત અને અનુપશાન્ત, એ પ્રમાણે નૈરયિકોથી આરંભી વૈમાનિકો સુધી
પર પ્રશ્ન ઉત્તર
પ૩ પ્રશ્ન ઉત્તર
પ૯
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org