________________
અંતરના મેલા હેયાના, મેલા મનના હોવાથી તેમની ભાષા છળ-પ્રપંચવાળી હોય છે, સામેવાળો ના સમજે તેવી માયા મૃષાવાદવાળી, પોલીટિક્સવાળી હોય છે. જ્યારે કેટલાક ધર્મગ્રંથોના દાખલા-દલીલોમાં લોકોને ફસાવનારી ભાષા બોલનારા હોય છે. કેટલા ધર્મના નામે, ટીલાટપકાના નોમ, વેષમર્યાદાના નામે, ક્રિયા કાંડોના નામે પણ જૂઠ બોલનારા હોય છે. ચોરી કરનારાઓ કેવા હોય છે?
૩૮ પ્રશ્ર ઉત્તર
(૧)
સ્થિર હૃદયા - ચોરી કરવા માટે તેમનું હૃદય સ્થિર અર્થાત્ નિશ્ચલ હોય છે. ચોરી કરવી અમારી ખાનદાનીનો ધર્મ છે, તેમ સમજીને પોતાના ચૌર્યકર્મમાં અડગ હોવાથી, ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેઓ ચોરી કરવાનું ચૂકતાં નથી. પૂર્વભવના નીચ ગોત્ર અને કર્મ ખાનદાનીના અશુભતમ કર્મોનો ભારો માથા પર લઈને અવતરનારાઓ, મરવા-મારવા તૈયાર રહેશે પણ ચોરી કર્યા વિના રહેવાના નથી. સામેવાળાની કોઈપણ વસ્તુ તેમની નજરમાં આવે તેને હાથ ચાલાકીથી પણ ચોર્યા વિના તેમને ચેન પડતું નથી. છિન્નલજ્જા – ચોરી કરવાથી તેમનાં હૃદય જ કાળા પત્થર જેવા થઈ ગયેલા હોવાથી તેમને જાતિ-કુળ, માતા-પિતા કે બીજા કોઈની પણ શરમ નડતી નથી. અર્થાત્ સર્વથા બેશરમ બનેલા હોય છે, કેમ કે નીચ કુળમાં જન્મેલાઓમાં પ્રાય: કરી લજ્જા હોવાનો સંભવ ઓછો હોય છે. બન્ટિગ્રહગોગ્રહાશ - જીંદગીભર જેઓએ પારકાના પૂજાપાઠ-લગ્ન-હોમ આદિ કાર્યોવડે કંઈક માયા ભેગી કરી હોય
(ર)
(૩)
૪૪)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org