________________
તેમને પણ અથવા અવસર આવ્યું તેમની ગાયો-વાછરડાંઓભેંસો-ઊંટો આદિને પણ હરણ કરી જાય છે. ચોરી કરવાવાળાઓને ક્યારેય ખ્યાલ નથી આવતો કે આ બિચારો, બ્રાહ્મણ, બીજાઓના સ્તુતિ-પાઠો કરી પૈસો મેળવે છે, તો તેમને લુંટવાથી મને ક્યો ફાયદો? પરંતુ ચોરી કરવાના સ્વભાવવાળાઓને આવો પવિત્ર વિચાર આવતો ન હોવાથી પારકાને લુંટવાનો સ્વભાવ જ તેમનો ધર્મ છે. દારૂણમતિ - તેમની બુદ્ધિ અત્યંત દારૂણ, કઠોર, પાપમય, ક્રૂર હોવાથી જીવન જીવવા માટે બીજા સરળ માર્ગો હોવા છતાં પણ તેઓ પોતાના સ્વભાવથી લાચાર હોવાના કારણે સામેવાળાનું કાસળ કાઢીને પણ તેમના ઘરે ચોરી કરવી, આગ લગાડવી, તેમના બાળબચ્ચાંઓને મારકૂટીને યમના અતિથિ બનાવવામાં તેમને આનંદ આવે છે. નિષ્કપ - ઘોરાતિઘોર કૃત્યો કરતાં, તેમના મનમાંથી કૃપાદયા-માનવતા લગભગ સમાપ્ત થઈ ગયા છે. આ કારણે તેમને વિચાર કરવાનો પણ અવસર રહેતો નથી કે પૂર્વભવના આચરેલા પાપકર્મોથી આ ભવમાં સર્વથા નિન્દનીય તથા હિંસક કાર્યો કરવા પડે, તેવી જાતિ-કુળમાં હું જન્મ્યો છું અને આ ભવમાં પણ ચોરી કરવાનું ચાલુ રાખીશ તો આવનારા ભવોમાં મારું શું થશે? આવી રીતના વિચારશૂન્ય બનેલા તેઓ થોડી કે ઘણી, સચિત્ત કે અચિત્ત, શહેરમાં કે ગામમાં, ગરીબ કે શ્રીમંત હાથમાં આવે તેમને લુંટ્યા વિના રહેતા નથી. સ્વજનઘાતક – આ સંસારમાં ભલા માણસોની જેમ બુરા માણસોના પણ મંડળો રચાઈ ગયા હોય છે. ભલા માણસો
(૫).
૪૫ )
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org