________________
૨૨
મૂઢાવસ્થા. મહાભય એટલે ચારે તરફથી ભયાક્રાંત. આ બંનેમાં પ્રવૃત્તિ કરનાર અને બંનેમાં વધારો કરનાર માનવ મોહમહાભય પ્રકર્ષક કહેવાય છે. મરણવૈમનસ્ય - મૃત્યુ થવાનું છે તેના વિચારોથી આભાસી દર્શન, ધન સંપત્તિ મકાન વગેરેનું શું? આ વિચારોવાળી માણસની માનસિક સ્થિતિ. આ ગ્રંથમાં પાંચ આશ્રવોનું વિશદ વિવેચન પ્રશ્નોત્તર રૂપે કરવામાં આવ્યું છે. વિશેષ જિજ્ઞાસાવાળા વર્ગને માટે મૂળ પુસ્તક અને તેનું વિવેચન વાંચવા ભલામણ છે. અહીં આપેલા પ્રશ્નોત્તર ઉદાહરણરૂપે છે તેમ છતાં તેમાંથી જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો વિશે શાસ્ત્રોક્ત વિગતો જાણી શકાય છે તે દ્રષ્ટિએ આ ગ્રંથના વિચારો ભવ્યાત્માઓને વિરતિધર્મમાં જોડાવા માટે તથા પાપની પ્રવૃત્તિમાંથી અટકવા માટે સાચું દિશા સૂચન કરે છે તે વાત નિર્વિવાદ છે. અસત્ય ભાષા બોલનારા કોણ? અને શા કારણે? જૂઠ બોલનારા કોણ કોણ? અને કેવા સ્વભાવના, કયા માણસો, કેવા પ્રકારના વ્યાપાર-વ્યવસાય કરનારાઓ જૂઠ બોલે છે, અને કયા પ્રયોજનને લઈ જૂઠ બોલે છે, તથા અજ્ઞાનમાં અંધ બનીને ધર્મ-લોક તથા તત્ત્વના વિષયોમાં કેવા કેવા તર્કો દ્વારા જૂઠ બોલે છે. મનુષ્યાવતાર પામીને પણ પુણ્યકર્મોને જાણી સમજી અને આચરી શક્યા નથી, તેમના ભાગ્યમાં ખાવા, પીવા, ઉઠવા, બેસવા અને બોલવા-ચાલવા આદિની પ્રત્યેક ક્રિયાઓમાં અજ્ઞાન, મિથ્યાત્વ, મોહ માયા હોવાથી અને અજ્ઞાન એ જ
૩૭ પ્રશ્ન
ઉત્તર
(૪૦)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org