________________
ચેષ્ટા=અશુભક્રિયા'. [ગુણ-દોષના જ્ઞાનથી રહિત છે– કેવી પ્રવૃત્તિ કરવાથી મને ગુણ=લાભ થાય અને કેવી પ્રવૃત્તિ કરવાથી મને દોષ=નુકશાન થાય એવા પ્રકારના જ્ઞાનથી રહિત છે અથવા કોને ગુણ કહેવાય અને કોને દોષ કહેવાય એવા જ્ઞાનથી રહિત છે. આશય સારો હોય તો દોષ પણ ગુણરૂપ બને અને આશય અશુભ હોય તો ગુણ પણ દોષ રૂ૫ બને. ઇત્યાદિ રીતે ગુણદોષના જ્ઞાનથી રહિત છે.] (૪૦) 'देहादिन्द्रियविषया' इत्युक्तं प्राक्, तदासक्तस्यापायानार्यापञ्चकेनाहकलरिभितमधुरगान्धर्वतूर्ययोषिद्विभूषणरवाद्यैः ।। श्रोत्रावबद्धहृदयो, हरिण इव विनाशमुपयाति ॥ ४१ ॥
कलं-मनोज्ञं श्रूयमाणम्, रिभितं-घोलनासारम्, मधुरं-श्रोत्रसुखदायकम् । ततः पदत्रयस्य कर्मधारयः । तच्च तद् गान्धर्वं गीतं तत्तथा । तूर्याणिवादित्राणि, योषिद्विभूषणानि-नूपुरादीनि तेषां कृतद्वन्द्वानां खो-हृदयाह्लादको घोषः स आद्यो येषां वीणादीनां ते तथा । तैः किमित्याह-श्रोतावबद्धहृदयःश्रवणासक्तचित्तो हरिण इव विनाशमुपयातीति व्यक्तम् ॥ ४१ ॥
૧. અહીં ટીકાકારે ચેષ્ટા શબ્દનો અશુભક્રિયા અર્થ કર્યો છે. પણ ખરેખર તો શુભ
કે અશુભ કોઇપણ ક્રિયા એવો અર્થ વધારે સંગત બને. કારણ કે મોહાંધ જીવ અશુભ જ ક્રિયા કરે એવો નિયમ નથી. ક્યારેક શુભ ક્રિયા પણ કરે. અભવ્યો અને દૂરભવ્યજીવો ચારિત્ર પણ લે છે. આથી તે સારી ક્રિયા કરે છે. આમ છતાં તેનાથી પણ તે જીવો પરિણામે દુઃખને જ પામે છે. મોહાંધ જીવ ધર્મ કરે તો પણ આ લોક અને પરલોકના સુખ માટે જ કરે. એ ધર્મથી પણ પરિણામે દુઃખ પામે. કારણ કે આવા ધર્મથી જેમ પુણ્ય બંધાય તેમ એ પુણ્યની સાથે મોહનીય કર્મ બંધાય. આથી જ્યારે તે પુણ્યનો ઉદય થાય ત્યારે સાથે મોહનો પણ ઉદય થાય. તેથી તે જીવ પુણ્યના ઉદય વખતે પાપો કરીને દુર્ગતિમાં જાય. આમ મોહાંધ જીવની ધર્મક્રિયા પણ પરિણામે દુઃખ આપનારી બને. મોહાંધ જીવને ધર્મક્રિયાથી પાપાનુબંધી પુણ્ય બંધાય.
અથવા મોહાંધ જીવની શુભક્રિયા પણ પરમાર્થથી અશુભક્રિયા છે. આ દષ્ટિએ ટીકાકારે કરેલો ચેષ્ટા શબ્દનો અશુભક્રિયા અર્થ પણ ઘટી શકે છે.
પ્રશમરતિ • ૩૮