________________
જે જીવને દેવદર્શન આદિ બાહ્ય નિમિત્ત દ્વારા આંતરિક શુભ પરિણામથી તીવ્ર રાગદ્વેષની ગ્રંથિનો ભેદ થાય તે જીવના સમ્યગ્દર્શનની ઉત્પત્તિ અધિગમથી=બાહ્ય નિમિત્તથી થઈ કહેવાય. જે જીવને બાહ્ય નિમિત્ત વિના જ આંતરિક શુભ પરિણામ થાય ને એના દ્વારા તીવ્ર રાગવૈષની ગ્રંથિનો ભેદ થાય તે જીવના સમ્યગ્દર્શનની ઉત્પત્તિ નિસર્ગથી થઈ કહેવાય. દરેક જીવને સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં આંતરિક કારણ તો જોઇએ જ, બાહ્ય કારણ હોય કે ન પણ હોય. બાહ્ય કારણ વિના કેવળ આંતરિક કારણથી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ એ નિસર્ગથી છે. બાહ્ય કારણ દ્વારા આંતરિક કારણથી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ એ અધિગમથી છે. નિસર્ગ અને અધિગમ વચ્ચે આ જ ભેદ છે. (૨૨૩) एतन्निगमनं विपक्षं प्रतिपादयन् उत्तरसंबन्धं चाहएतत्सम्यग्दर्शनमनधिगमविपर्ययौ तु मिथ्यात्वम् । ज्ञानमथ पञ्चभेदं, तत् प्रत्यक्षं परोक्षं च ॥ २२४ ॥
एतत्सम्यग्दर्शनं लेशतोऽभिहितं, यः पुनरनधिगमो-योऽनध्यवसायो १ यश्च विपर्ययो-विपरीतार्थग्राहिप्रत्ययः २ तुशब्दात्संशयश्च ३, एतत्त्रयमपि मिथ्यात्वमभिधीयते । ज्ञानमथ पञ्चभेदं मत्यादिभेदात् समासतः, प्रत्यक्षं च परोक्षं च वक्ष्यमाणस्वरूपमिति ॥ २२४ ॥
આ વિષયના ઉપસંહારનું, વિપક્ષનું (કમિથ્યાત્વનું) અને પછીના સંબંધનું પ્રતિપાદન કરતા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ– આ સમ્યગ્દર્શન સંક્ષેપથી કહ્યું. અનધિગમ, વિપર્યય અને સંશય આ ત્રણ મિથ્યાત્વ છે. હવે જ્ઞાન પાંચ પ્રકારનું છે. જ્ઞાન સંક્ષેપથી પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપ છે, અર્થાત્ સંક્ષેપથી જ્ઞાન પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારનું છે.
ટીકાર્થ– અનધિગમ=અધ્યયસાય (અર્થાત્ શ્રદ્ધાનો અભાવ). વિપર્યય=વિપરીત અર્થને ગ્રહણ કરનાર બોધ, અર્થાત્ વિપરીત શ્રદ્ધા. [સંશય =આ સાચું હશે કે નહીં એવી શંકા.
પ્રશમરતિ - ૧૯૨