________________
પુરુષવેદના ત્રણ ભાગ કરે છે. પહેલા બે ભાગોનો એક સાથે નાશ કરે છે. ત્રીજા ભાગને એ “સંજવલન ક્રોધ'માં નાખે છે. સંજવલન ક્રોધના પણ ત્રણ ભાગ કરે છે. બે ભાગનો યુગપતુ નાશ કરે છે અને ત્રીજા ભાગને “સંજવલન માન'માં નાખે છે. સંજવલન માનના ત્રણ ભાગ કરે છે. બે ભાગનો નાશ કરીને ત્રીજા ભાગને “સંજવલન માયા'માં નાખે છે. સંજવલન માયાના ત્રણ ભાગ કરે છે. બે ભાગનો નાશ કરીને ત્રીજા ભાગને “સંજવલન લોભ'માં નાખે છે. સંજવલન લોભના ત્રણ ભાગ કરે છે, બે ભાગનો નાશ કરે છે, અને
ત્રીજા ભાગના સંખ્યાતા (અનેક) ટુકડા કરી નાખે છે. તે લોભના સંખ્યાતા ટુકડાનો નાશ કરતો કરતો તે આગળ વધે છે. (આ પ્રક્રિયા નવમાં ગુણસ્થાનકે થાય છે. એટલે આ નવમાં ગુણસ્થાનકનું નામ ‘બાદર સંપરાય છે. “બાદર=મોટા, સંપાયત્રલોભકષાય. લોભના મોટા ટુકડાઓનો ક્ષય અહીં થાય છે.) તેમાં છેલ્લો લોભ-ટુકડો જે રહે, તેના અસંખ્ય ટુકડા કરી નાખે છે.
તે અસંખ્ય સૂક્ષ્મ લોભ-ટુકડાઓનો નાશ જે ગુણસ્થાનક કરે છે તે ગુણસ્થાનક “સૂક્ષ્મ સંપરાય' કહેવાય છે. એ બધા સૂક્ષ્મ લોભકણોનો સંપૂર્ણ નાશ થઈ જતાં તે આત્મા આગળ વધી જાય છે... દશમાં ગુણસ્થાનકથી સીધો બારમા ગુણસ્થાનકે પહોંચે છે. (અગિયારમા' ગુણસ્થાનકને જે જીવ સ્પર્શે છે તે આગળ નથી વધી શકતો, નીચે ઊતરે છે. ક્ષપકશ્રેણીમાં ચઢતો આત્મા ૧૧મા ગુણસ્થાનકને સ્પર્યા વિના સીધો ૧૨માં ગુણસ્થાનકે પહોંચે છે.) ૧. અગિયારમું ગુણસ્થાનક “ઉપશમ-શ્રેણી'માં ચઢેલા જીવો જ સ્પર્શે છે. આ ગુણસ્થાનકે આત્મા વધુમાં વધુ એક અંતર્મુહૂર્ત સમય જ રહી શકે છે.
આ ગુણસ્થાનકે જો જીવનું મૃત્યુ થઈ જાય તો તે મરીને “અનુત્તર દેવલોકમાં જન્મે, ત્યાં એને ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થાય.
આગમિક મત પ્રમાણે મનુષ્ય એક ભવમાં ઉપશમ શ્રેણી કે ક્ષપક શ્રેણી બેમાંથી એક જ શ્રેણીએ ચઢી શકે.
કર્મગ્રંથના મતે, એક ભવમાં મનુષ્ય બે વાર શ્રેણીએ ચઢી શકે છે. એકવાર ઉપશમ શ્રેણીએ ચઢયો હોય તો તે એકવાર ક્ષપક શ્રેણી માંડી શકે છે. બે વાર ઉપશમ શ્રેણી માંડી હોય તો પછી ક્ષપક શ્રેણીએ ન ચઢી શકે.
પ્રશમરતિ • ૨૧૬