Book Title: Prashamrati Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 262
________________ अणहिलपाटकनगरे, श्रीमज्जयसिंहदेवनृपराज्ये । बाणवसुरुद्र( ११८५ )संख्ये, विक्रमतो वत्सरे व्रजति ॥ ४ ॥ श्रीधवलभाण्डशालिकपुत्रयशोनागनायकवितीर्णे । सदुपाश्रये स्थितैस्तैः, समर्थितं शोधितं चेति ॥ ५ ॥ यदिहाशुद्धं किञ्चित्, छद्मस्थत्वेन लिखितमस्माभिः । तच्छोध्यं धीमद्भिः, सम्यक् संचिन्त्य समयज्ञैः ॥ ६ ॥ સાધુઓનો આશ્રય, જેમાં મંદ પણ સાધુઓ ગુરુના પ્રભાવથી શોભાને પામે છે તેવા, જેમાં મંગલો થઈ રહ્યાં છે, જેમાં શ્રેષ્ઠ વિદ્વાનો રૂપ રાજહંસો છે, જે સિદ્ધિનો માર્ગ છે, જેમાં શીઘ્ર કવિઓનો પ્રચાર છે એવા શ્રીમાનદેવ નામના સૂરિના ગચ્છમાં શ્રેષ્ઠ અને જેમના પ્રશંસનીય શુભ શિષ્યો છે તેવા શ્રીજિનદેવ નામના અધ્યાપક થયા. તેમના શિષ્ય ઘણી ભક્તિવાળા શ્રીહરિભદ્રસૂરિએ પ્રજ્ઞાવિહીન હોવા છતાં શાસ્ત્રરાગથી મોટી ટીકાઓને વિચારીને સુખપૂર્વક બોધ થાય એ માટે સંક્ષેપથી પ્રશમરતિ પ્રકરણનું કંઇક વિવરણ રચ્યું છે. (૧-૨-૩) શ્રીજયસિંહદેવ રાજાના રાજ્યમાં વિક્રમ સંવત પ્રમાણે ૧૧૮૫મું વર્ષ ચાલી રહ્યું હતું ત્યારે અણહિલપાટણ નગરમાં શ્રીધવલ નામના ભાડશાલિક (ભણશાળી)ના પુત્ર યશોનાગ નાયકે આપેલા સુંદર ઉપાશ્રયમાં રહેલા શ્રીહરિભદ્રસૂરિએ આ વિવરણનું સમર્થન કર્યું છે અને સંશોધન કર્યું છે. (૪-૫) આ વિવરણમાં અમારાથી છબસ્થપણાથી જે કંઈ અશુદ્ધ લખાયું હોય તેનું સારી રીતે ચિંતન કરીને સંશોધન કરવું. (૬) शास्त्रस्य पीठबन्धः १, कषाय २ रागादि ३ कर्म ४ करणा ५ र्थाः ६। अष्टौ च मदस्थाना ७ न्याचारो ८ भावना ९ धर्मः १० ॥७॥ तदनु कथा ११ जीवाद्या १२, उपयोगा १३ भाव १४ षड्विधद्रव्यम् १५ । चरणं १६ शीलाङ्गानि च १७, ध्यान १८ श्रेणी १९ समुद्घाताः २०॥८॥ योगनिरोधः क्रमशः २१, शिवगमनविधान २२ मन्तफलमस्याः । द्वाविंशत्यधिकारा, मुख्या इह धर्मकथिकायाम् ॥ ९ ॥ આ ધર્મકથામાં (=પ્રશમરતિ ગ્રંથમાં) ૧. શાસ્ત્રનો પીઠબંધ, ૨. કષાય, પ્રશમરતિ ૦ ૨૪૯

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272