________________
મોહનીયનો નાશ કરે છે અને મિશ્રમોહના શેષ અંશોને સમ્યક્ત્વ મોહનીયમાં નાખીને સમ્યક્ત્વ મોહનીયનો નાશ કરે છે. (૧ મિશ્ર મોહ૦ + ૧ સમ્યકત્વ મોહ૦=૨નો નાશ.)
જો આ ધ્યાન કરનાર આત્માએ આગામી ગતિનું “આયુષ્ય કર્મ' બાંધી લીધું હોય તો તે, આ મોહનીય કર્મની સાત પ્રકૃતિનો નાશ કરીને અટકી જાય છે. ધ્યાની ઉપરની ભૂમિકાએ ચઢી શકતો નથી અને મોહનીય કર્મની શેષ પ્રકૃતિઓનો નાશ કરી શકતો નથી. પરંતુ એણે જે મોહનીય કર્મની સાત પ્રકૃતિઓનો નાશ કર્યો હોય છે એના ફળરૂપે એને “ક્ષાયિક સમ્યગ્દર્શન' પ્રાપ્ત થાય છે.
જે આત્માનું આયુષ્ય કર્મ બંધાયેલું હોતું નથી તે આત્મા ક્યાંય અટક્યા વિના અવિરતપણે ધ્યાનમાં આગળ વધે છે.
સાત પ્રકૃતિનો નાશ કરીને, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ આઠ કષાયોનો નાશ કરવાની શરૂઆત કરે છે. આ કષાયોનો થોડો નાશ કર્યા પછી, એને પડતા મૂકી, વચ્ચે ‘નામકર્મની તેર પ્રકૃતિનો નાશ કરે છે. તે ૧૩ પ્રકૃતિનાં નામ નીચે પ્રમાણે છે
નરકગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિય જાતિ, બેઇન્દ્રિય જાતિ, તેઇન્દ્રિય જાતિ, ચઉરિન્દ્રિ જાતિ, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ.
તે પછી ‘દર્શનાવરણ કર્મની ત્રણ પ્રકૃતિનો નાશ કરે છે– નિદ્રાનિદ્રા / પ્રચલા-પ્રચલા | મ્યાનદ્ધિ. આ રીતે ૧૩ + ૩=૧૬ પ્રકૃતિનો નાશ કરીને પછી, પડતા મૂકેલા આઠ કષાયોનો સંપૂર્ણ નાશ કરે છે.
આઠ કષાયોના શેષ અંશને નપુંસક વેદમાં નાખીને, નપુંસક વેદનો નાશ કરે છે. તેનો શેષ અંશ “સ્ત્રીવેદમાં નાખીને સ્ત્રીવેદનો નાશ કરે છે. (૮ કષાય + ૨ વેદ=૧૦)
ત્યાર પછી, હાસ્ય-રતિ-અરતિ-ભય-શોક-જુગુપ્સાનો એક સાથે જ નાશ કરવાનો પ્રારંભ કરે છે. એનો નાશ કર્યા પછી, પુરુષવેદ (ક્ષપક શ્રેણીએ ચઢનાર પુરુષ હોય તો)નો નાશ કરવા આગળ વધે છે.
પ્રશમરતિ • ૨૧૫