Book Title: Prashamrati Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 251
________________ જો મુક્ત જીવ અહીં રહેતો નથી તો અધોલોકમાં જાય ? ન જાય. એમ કહે છે– ગાથાર્થ– મુક્ત જીવ ગૌરવના અભાવથી અને અશક્યભાવથી નીચે જતો નથી. ઉપગ્રહનો અભાવ હોવાથી લોકાંતથી આગળ પણ જતો નથી. આ વિષે વહાણનું દૃષ્ટાંત છે. ટીકાર્થ– ગૌરવના અભાવથી નીચે જવાનું કારણ અને આત્માને ભારી કરનારાં આઠ કર્મોનો અભાવ થવાથી. (ભારે વસ્તુ નીચે જાય. આઠ કર્મો આત્માને જારી કરે છે. આથી આઠ કર્મો નીચે જવાનું કારણ છે. સિદ્ધજીવોને આઠકર્મોનો ક્ષય થઈ ગયો હોય છે.) અશક્યભાવથી=સર્વ કર્મોથી મુક્ત થયેલો જીવ નીચે જાય એ શક્ય જ નથી. ઉપગ્રહનો અભાવ હોવાથી=ઉપગ્રહ કરનાર (=ગતિમાં સહાયક) ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી. વહાણનું દૃષ્ટાંત જેવી રીતે વહાણ, દેડકો, માછલું વગેરે જળનો અભાવ હોવાથી સ્થળ ઉપર જતા નથી તેમ મુક્ત જીવ અલોકમાં જતો નથી. કારણ કે ત્યાં ઉપગ્રહ કરનારા ધર્માસ્તિકાયનો અભાવ છે. (૨૯૨) योगप्रयोगयोश्चाभावात्तिर्यग् न तस्य गतिरस्ति । सिद्धस्योर्ध्वं मुक्तस्यालोकान्ताद् गतिर्भवति ॥ २९३ ॥ योगो-मनःप्रभृतिः प्रयोगः-आत्मनः क्रिया तयोः कृतद्वन्द्वयोः चः समुच्चये अभावात् तिर्यग् न तस्य गतिरस्ति । तथा सिद्धस्य-मुक्तस्योर्ध्वगतिरेव મવતિ યિત્ ?, માનોના–તોwાન્ત યાવતિ || ર૬રૂ | ગાથાર્થ– કર્મથી મુક્ત બનેલા સિદ્ધ જીવની યોગ અને પ્રયોગના અભાવથી તીર્થી ગતિ નથી, ઉપર લોકાંત સુધી ગતિ થાય છે. ટીકાર્થ– યોગ-પ્રયોગના અભાવથી– મન-વચન-કાયા એ ત્રણ યોગનો તથા (એ ત્રણ યોગના વ્યાપાર માટે) પ્રયોગનો આત્મક્રિયાનો અભાવ હોવાથી મુક્તાત્મા તીર્થી ગતિ કરતો નથી. (૨૯૩) પ્રશમરતિ • ૨૩૮

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272